ગુજરાત

gujarat

કચ્છમાં SSC બોર્ડ પરીક્ષાનું 85.31 ટકા પરિણામ, 100 ટકા પાસીંગ ક્લબમાં જિલ્લાની 100 શાળા - SSC board exam result

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 3:58 PM IST

Updated : May 11, 2024, 5:28 PM IST

ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે, જેમાં ગત વર્ષ કરતા 16.6 ટકા વધીને કચ્છ જિલ્લાનું પરિણામ 85.31 ટકા આવ્યું છે. સાથે જ સાથે જ 100 જેટલી શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે. જુઓ કચ્છ જિલ્લાના SSC બોર્ડ પરીક્ષા પરિણામની સંપૂર્ણ વિગત...

કચ્છમાં SSC બોર્ડ પરીક્ષાનું 85.31 ટકા પરિણામ
કચ્છમાં SSC બોર્ડ પરીક્ષાનું 85.31 ટકા પરિણામ (ETV Bharat Desk)

કચ્છમાં SSC બોર્ડ પરીક્ષાનું 85.31 ટકા પરિણામ (Etv Bharat Gujarat)

કચ્છ :આજે ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં કચ્છ જિલ્લાનું પરિણામ 85.31 ટકા આવ્યું છે. ગત વર્ષે કચ્છનું પરિણામ 68.71 ટકા હતું, જ્યારે આ વર્ષે 16.6 ટકા જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે. રાજ્યમાં કચ્છ જિલ્લાએ 19 મો ક્રમાંક મેળવ્યો છે. સાથે જ 100 જેટલી શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.

કચ્છનું 85.31 ટકા પરિણામ :ધોરણ 10 બોર્ડ પરીક્ષા માટે કચ્છ જિલ્લામાંથી કુલ 18,856 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 18,741 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જિલ્લામાં 423 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 1,992 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. ઉપરાંત 3,330 વિદ્યાર્થીઓએ B1, 4333 વિદ્યાર્થીઓએ B2, 3914 વિદ્યાર્થીઓએ C1, 1885 વિદ્યાર્થીઓએ C2 અને 109 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. કચ્છમાં 18,741 વિદ્યાર્થીઓ પૈકી 85.31 ટકા એટલે કે કુલ 15,988 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉપરાંત 14.69 ટકા એટલે કે 2,753 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

100 ટકા પાસીંગ ક્લબમાં 100 શાળા :કચ્છ જિલ્લામાં ગત વર્ષે 0 ટકા પરિણામ મેળવનાર 8 શાળા હતી, જ્યારે આ વર્ષે 3 જેટલી શાળાનું પરિણામ 0 ટકા રહ્યું છે. ગત વર્ષે 100 ટકા પરિણામ મેળવનાર શાળા 14 જેટલી જ હતી, જ્યારે આ વર્ષે 100 જેટલી શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. ગત વર્ષે 30 ટકાથી ઓછા પરિણામવાળી 23 શાળાઓ હતી, જ્યારે આ વર્ષે 5 જેટલી શાળાઓએ 30 ટકાથી ઓછું પરિણામ મેળવ્યું છે.

કચ્છ જિલ્લામાં કેન્દ્રવાર પરિણામ :

કચ્છ જિલ્લાના વિવિધ કેન્દ્રમાં આદિપુરનું 86.93 ટકા, અંજારનું 82.79 ટકા, ભુજનું 89.48 ટકા, કોઠારાનું 72.73 ટકા, ગાંધીધામનું 83.58 ટકા, માંડવીનું 88.04 ટકા, ભચાઉનું 83.25 ટકા, રાપરનું 86.45 ટકા, નખત્રાણાનું 84.75 ટકા, નલિયાનું 79.14 ટકા, પાનધ્રોનું 80.50 ટકા, મુન્દ્રાનું 86.10 ટકા, ખાવડાનું 64.50 ટકા, ગઢશીશાનું 82.70 ટકા, દયાપરનું 72.70 ટકા, માધાપરનું 91.22 ટકા, કોડાય પુલનું 93.70 ટકા, કેરાનું 89.23 ટકા, ભુજપુરનું 86.30 ટકા, ભુજોડીનું 91.81 ટકા, માનકુવાનું 90.54 ટકા, કોટડાનું 85.38 ટકા, આડેસરનું 77.32 ટકા, સામખિયાળીનું 78.82 ટકા, ઢોરીનું 86.88 ટકા, મોથાળાનું 90.07 ટકા, બિદડાનું 86.14 ટકા, કટારીયાનું 89.10 ટકા, વિથોણનું 86.16 ટકા, રતનાલનું 86.42 ટકા, કુકમાનું 91.22 ટકા, ફતેહગઢનું 91.02 ટકા, ગાગોદરનું 77.71 ટકા, મનફરાનું 70.35 ટકા, લાકડીયાનું 68.99 ટકા, બાલાસરનું 98.44 ટકા અને ઝરપરાનું 95.16 ટકા પરિણામ આવ્યું છે.

  • A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવનાર રાધિકા ગોરે જણાવ્યું કે, આજે જાહેર થયેલા પરિણામમાં 96.67 ટકા અને 99.86 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ખૂબ ખુશીની લાગણી છે. શાળાના શિક્ષકો અને દરરોજના કલાકોની મહેનતના પરિણામે આજે સારા માર્ક્સ મેળવ્યા છે. આગળ જતાં કમ્પ્યુટર એન્જિનિયર બનવાની ઈચ્છા છે.
  • ગણિતમાં 100 માંથી 100 ગુણ સાથે A1 ગ્રેડ મેળવનાર ખંડોર ચેરીએ જણાવ્યું કે, મને 99.80 પર્સેન્ટાઈલ એટલે કે 96.33 ટકા આવ્યા છે. મને ગણિતમાં 100 માંથી 100 આવ્યા છે. આગળ જતાં કોમર્સ પસંદ કરીને ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું છે.
  • માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ સુહાસબેન તન્નાએ જણાવ્યું કે, શાળાનું ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. પ્રથમ વખત શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. સાથે જ A1 ગ્રેડમાં 50 અને A2 ગ્રેડ મેળવનાર 80 વિદ્યાર્થિનીઓ છે. તો તમામ વિદ્યાર્થિનીઓએ 50 ટકાથી વધારે પરિણામ મેળવ્યું છે.
  • A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થિની ફ્ફલ વિશાલે જણાવ્યું કે, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થિની મિત્રો તેમજ માતા પિતાનો સાથ સહકાર મળ્યો હતો. જેના પરિણામે આજે ખૂબ સારું પરિણામ આવ્યું છે, જેનો આનંદ છે. આજે 90 ટકા આવ્યા અને મારે ડોક્ટર બનવું છે.
  • માંડલિયા કલ્યાણીએ જણાવ્યું કે, સ્કૂલમાં ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું અને સ્માર્ટ ક્લાસ તેમજ વિજ્ઞાન અને ગણિત વિષયમાં ખૂબ જ પ્રેક્ટિકલ રીતે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામે આજે 91.66 ટકા આવ્યા અને આગળ જતાં મારે સાયન્સ સ્ટ્રીમ પસંદ કરીને ડોક્ટર બનવું છે.
  • ચાણક્ય એકેડમીના પ્રિન્સિપાલ કવિતા બારમેડાએ જણાવ્યું કે, અમારી શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંનેના મળીને કુલ 98 જેટલા વિદ્યાર્થીઓએ 10 ધોરણની પરીક્ષા આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે. જે પૈકી 14 વિદ્યાર્થીઓએ A1 અને 28 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે.
  • ચાણક્ય એકેડમીના ડાયરેક્ટર પંકજ મહેતાએ જણાવ્યું કે, ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. 6 જેટલા વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારના ટ્યુશન ક્લાસ વિના A1 ગ્રેડ મેળવ્યો છે. વિદ્યાર્થીઓમાં રહેલી ક્ષમતા બહાર લાવવામાં મોટો ફાળો શિક્ષકોનો છે. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે તે ખૂબ જરૂરી છે.
  1. શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસુરીયાનું નિવેદન - Standard 10TH RESULT 2024
  2. વાહ ! નંદિનીએ ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા : 98 ટકા સાથે સૂર્યાદીપસિંહે પાથર્યો પ્રકાશ
Last Updated : May 11, 2024, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details