ETV Bharat / state

વાહ ! નંદિનીએ ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા : 98 ટકા સાથે સૂર્યાદીપસિંહે પાથર્યો પ્રકાશ - Class 10 Board Exam Result

author img

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 1:46 PM IST

Updated : May 11, 2024, 4:47 PM IST

ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામ બાદ ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓની ટકાવારીમાં સુધારો આવ્યો હોવાનું લાગી રહ્યું છે. ભાવનગરના 1,575 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં સ્થાન પામ્યા છે. કપડાંની દુકાન ધરાવતા પિતાની પુત્રીએ 99 ટકા અને એક્સ આર્મીમેનના પુત્રએ 98 ટકા મેળવીને ભાવનગરને ગૌરવ અપાવ્યું છે.

ભાવનગરનું ગૌરવ
ભાવનગરનું ગૌરવ (ETV Bharat Desk)

ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓની ટકાવારીમાં સુધારો આવ્યો (ETV Bharat Desk)

ભાવનગર : ગુજરાતમાં ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. ભાવનગર જિલ્લામાં 84.61 ટકા પરિણામ સાથે સરદારનગર ગુરુકુળની એક દીકરી અને એક દીકરાએ રાજ્યકક્ષાએ બાજી મારી છે. ગુજરાતના ટોપર્સમાં નંદિની મકવાણા અને સૂર્યાદીપસિંહ વાળા સ્થાન પામ્યા છે. નંદિની મકવાણાએ ચાર વિષયમાં પૂરેપૂરા ગુણ મેળવ્યા હોવાથી ગુજરાત પ્રથમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ETV Bharat ના માધ્યમથી મળો ભાવનગરના તેજસ્વી તારલાઓને...

ભાવનગર જિલ્લાનું પરિણામ : ગુજરાતમાં ધોરણ 10 ના જાહેર થયેલા પરિણામમાં ભાવનગર જિલ્લાનું પરિણામ 84.61 ટકા જાહેર થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 27,067 વિદ્યાર્થીઓ પૈકી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર થયેલા પરિણામમાં A1 ગ્રેડ સાથે 1575 અને A2 ગ્રેડ સાથે 4049 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે B1 ગ્રેડમાં 5,127 અને B2 ગ્રેડમાં 5,572 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

ભાવનગરનું ગૌરવ : ભાવનગરના બે વિદ્યાર્થીઓ ગુજરાતના ટોપર્સની યાદીમાં સામે થયા છે. ભાવનગરના સરદારનગર ગુરુકુળની વિદ્યાર્થિની નંદિની મકવાણા 99.99 પર્સન્ટાઈલ અને 99 ટકા સાથે જિલ્લામાં અગ્રેસર રહી છે. જ્યારે સુર્યાદિપસિંહ વાળાએ 99.99 પર્સન્ટાઈલ અને 98 ટકા મેળવીને શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

  • નંદિનીએ ગુજરાતભરમાં ડંકો વગાડ્યો : ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ

સરદારનગર ગુરુકુળમાં અભ્યાસ કરતી ધોરણ 10 ની વિદ્યાર્થિની નંદિની યોગેશભાઈ મકવાણાએ 99.99 પર્સેન્ટાઈલ અને 99 ટકા મેળવ્યા છે. ઉપરાંત સૌથી મુશ્કેલ ગણાતાં વિષય વિજ્ઞાન અને ગણિત સહિત સોશિયલ સાયન્સ અને સંસ્કૃત, એમ ચાર વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી ગુજરાતભરમાં ડંકો વગાડ્યો છે.

નંદિની મકવાણા
નંદિની મકવાણા (ETV Bharat Desk)

નંદિનીએ જણાવ્યું હતું કે, શાળામાં કરાવવામાં આવતા અભ્યાસનું દરરોજ ઘરે જઈને રિવિઝન કરતી હતી. ભગવાનની કૃપા અને કુટુંબના સાથ સહકારને કારણે સફળ થઈ છું. નંદિનીએ જણાવ્યું હતું કે, તે IIT માં અભ્યાસ કરી એરોનોટિકલ ક્ષેત્રે આગળ વધવા માંગે છે.

નંદિની માતા આશાબેને જણાવ્યું કે, નંદિનીને શાળામાંથી ખૂબ જ સહકાર મળ્યો અમે અમે ઘરે સંપૂર્ણ સહકાર આપતા હતા. સવારે ક્યારે ઉઠવું અને ક્યારે શું કરવું તે નક્કી નહોતું, તે બસ વાંચન કરતી હતી. ખાવા પીવાથી લઈને અમારો સંપૂર્ણ તેને સપોર્ટ હતો. તેના પિતાને કપડાની એક દુકાન છે.

  • આર્મીમેનના પુત્રએ બોર્ડનું રણમેદાન માર્યું

સરદારનગર ગુરુકુળમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના અન્ય એક વિદ્યાર્થી સૂર્યાદીપસિંહ વાળાએ પણ 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જોકે ટકાવારીની દ્રષ્ટિએ સૂર્યાદીપસિંહ વાળાએ 98 ટકા પ્રાપ્ત કર્યા છે.

સૂર્યાદીપસિંહ વાળા
સૂર્યાદીપસિંહ વાળા (ETV Bharat Desk)

સુર્યાદિપસિંહ વાળાએ જણાવ્યું કે, શાળામાંથી તેને સંપૂર્ણ સહકાર આપવામાં આવતો હતો. શાળામાં જે અભ્યાસ કરતા તેનું રિવિઝન ઘરે જઈને રોજે રોજ પૂર્ણ કરતો હતો. અડધી રાત્રે પણ જરૂરિયાત હોય તો શિક્ષકોને ફોન કરીને પૂછી લેતો અને સહકાર મળતો હતો. જોકે તેનું આયોજન દિવસ દરમિયાન ગોઠવાયેલું હોવાથી સફળતા મળી છે.

સૂર્યાદીપસિંહના પિતા દિલીપસિંહે જણાવ્યું કે, મેં પણ ગુરુકુળ શાળામાં અભ્યાસ કર્યો અને બાદમાં આર્મીમાં ફરજ બજાવી છે. હાલ મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહ્યો છું. ગુરુકુળમાં શિક્ષણની સાથે સંસ્કાર પણ મળી રહ્યા છે. જોકે તેના દીકરાની ઇચ્છા આગળ AI માં જવાની છે. આમ પોતાના પુત્રની ઈચ્છા પણ તેઓ પૂર્ણ કરવા માંગે છે.

  1. ધોરણ 10નું બોર્ડમાં 82.56 ટકા પરિણામ, છોકરાની તુલનામાં સાત ટકા છોકરીઓ વધુ પાસ થઈ
  2. ધોરણ 10નું પરિણામ જાહેર, છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક પરિણામ, તલ ગાજરડાનું સૌથી વધુ પરિણામ
Last Updated : May 11, 2024, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.