Surendranagar Narmada Bridge : નર્મદા પુલ પર વાહન ચાલકો ક્યારે શાંતિથી પસાર થશે ?

By

Published : Apr 26, 2022, 1:58 PM IST

thumbnail

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલ પર (Surendranagar Narmada Bridge) ફરી એકવાર ગાબડુ દેખાતા લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. ચાર માસ અગાઉ પણ આજ પુલ પર એક ગાબડું જોવા મળ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને ધ્રાંગધ્રા, હળવદ અને કચ્છ (Surendranagar Kutch Highway) સાથે જોડતા મુખ્ય હાઇવે પર ગાબડા પડતા વાહન વ્યવહાર ભારે હાલાકીનો સામનો કરો પડી રહ્યો છે. ક્યારેક ક્યારેક પુલ પર ગાબડાને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. જો કે ટ્રાફિક પોલિસ દ્વારા નિયમનું પાલન તો કરવામાં તો આવે છે. પરંતુ પુલ પર ગાબડાના કારણે વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. જો કે હજુ સુધી ગાબડાના (Gap on Surendranagar Narmada Bridge) કારણે કોઈ દૂર ઘટનાના સમાચાર સામે આવ્યા નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.