ટ્રાફિકના નિયમોઃ હું જ કેમ, આ બધા કેમ નહી?, અને પછી આ રહ્યો વીડિયો...
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5022925-thumbnail-3x2-sur.jpg)
સુરત: શહેેરના ડીંડોલી વિસ્તારમાં ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીએ વાહન ચાલકને રોકી દંડની કાર્યવાહી હાથ ધરી હતી. વાહન ચાલક હેલ્મેટ વિના વાહન હંકારી રહ્યો હોવાથી પોલીસ કર્મચારી દ્વારા અટકાવવામાં આવ્યો હતો. જે બાદ વાહન ચાલકે પોતાના મોબાઈલ વિડીયો શૂટિંગ કરતા વિવાદ વકર્યો હતો. વાહન ચાલક વિડીયોમાં જણાવી રહ્યો છે કે અન્ય વાહન ચાલકોને શા માટે નથી પકડવામાં આવી રહ્યો. ત્યારબાદ પોલીસ કર્મચારી અને વાહન ચાલક વચ્ચે અપશબ્દો વાળી થાય છે અને બંને વચ્ચે ઝપાઝપી દ્રશ્યો જોવા મળે છે. વીડિઓમાં જોતા વાહન ચાલકને બાદમાં પોલીસ કોલર પકડે છે અને આખી ઘટના કેમેરામાં કેદ થાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે...
Last Updated : Nov 10, 2019, 9:21 PM IST