સુરત મનપાએ શરુ કર્યું 'સુરત લડશે વૉર- ડેન્ગ્યુને કહેશે નૉ મૉર' અભિયાન

By

Published : Nov 8, 2019, 1:42 PM IST

thumbnail

સુરતઃ રાજ્યમાં વરસાદી માહોલને વચ્ચે રોગચાળો પણ વધી રહ્યો છે, ત્યારે ડેન્ગ્યુના વધતા જતા કેસને લઇને સુરત મહાનગર પાલિકા દ્વારા 'સુરત લડશે વૉર- ડેન્ગ્યુને કહેશે નો મૉર' જેવા સુત્ર હેઠળ લોકજાગૃતિ અંગેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સોસાયટીના ગેટ પર રિક્ષા દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. મનપા કમિશ્નર દ્વારા દર શનિવારે માત્ર 5 મીનિટ કાઢીને ઘરની અંદર અને ઘરની બહાર જ્યાં ચોખ્ખું પાણી ભરાઇ રહેતું હોય તે સાફ કરવા અપીલ કરી છે. સુરત મહાનગરપાલિકાના હાઉસ ટુ હાઉસ સર્વે દરમ્યાન જણાયું કે 80% કરતાં વધારે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો લોકોના ઘર છે. જેથી ડેન્ગ્યુને અટકાવવા માટે ડેન્ગ્યુ મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવા સંભવિત ચોખ્ખા પાત્રો જેવા કે, ફ્રીઝની ટ્રે, મની પ્લાન્ટનું પાણી, કુંડી, કેરબા, ડ્રમ, પીપડાને ઢાંકવા, નકામા ટાયરનો નિકાલ કરવો, એરકુલરનું પાણી રોજ સાફ કરવું, પાણી ભરેલા વાસણને ઢાંકી રાખવા, પ્રાણી-પક્ષીઓને પીવા માટેના કુંડાનું પાણી દરરોજ બદલવું વગેરે કાર્યો કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.