Elephant Shocking Video: આસામમાં ગ્રામજનોની પાછળ પડ્યું હાથીનુ ટોળું, જુઓ વીડિયો

By

Published : Jul 27, 2023, 4:17 PM IST

thumbnail

ગોલપારા, આસામ: આસામના જુદા જુદા ભાગોમાં માણસ-હાથી વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ગુરુવારે ગોલપારાના હરિમુરા દૈકાતા ગામમાં ઘણા જંગલી હાથીઓ ખેડૂતોની પાકની જમીનમાં જોવા મળ્યા હતા. હાથીઓને ખેતરમાં જોઈને કેટલાક ગ્રામજનોએ જંગલી હાથીના ટોળાને આગથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક ક્ષણમાં જંગલી હાથીઓનું ટોળું ગ્રામજનો તરફ વળ્યું હતું. હાથીઓને પોતાના તરફ આવતાં જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો ત્યાંથી ભાગતાં જોવા મળ્યા હતા. આ સમગ્ર દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. ગોલપારામાં માણસ-હાથી વચ્ચેની આ 30 સેકન્ડની લડાઈએ હવે બધાને ચિંતામાં મૂકી દીધા છે. સ્થાનિકોએ વિભાગીય અધિકારીઓને વિનંતી કરી છે કે હાથીઓના ટોળાને શક્ય તેટલી વહેલી તકે આ વિસ્તારમાંથી ભગાડે. જેનાથી તેમના ખેતરોમાં થતા પાકને થતું નુકસાન અટકે.

  1. Tamilnadu News : મંદિરનો વિશાળ દરવાજો ખોલતા હાથીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ
  2. હાથીઓને જંગલમાં યોગ્ય ખોરાક મળતો ન હોવાથી, ગામ તરફ આવવા લાગ્યા

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.