Banaskantha Monsoon 2023 : જિલ્લામાં છૂટોછવાયો વરસાદ, ખેડૂતોમાં કહી ખુશી તો કહી ગમનો માહોલ

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 3:54 PM IST

thumbnail

બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લો આમ તો ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે. જિલ્લાના મોટાભાગના તમામ લોકો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે, બનાસકાંઠા જીલ્લો વર્ષોથી પાણી સામે જજુમતો જિલ્લો છે. ત્યારે ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો હતો. જિલ્લાના અમુક વિસ્તારમાં વરસાદ થયો હતો. જ્યારે અમુક વિસ્તારમાં વરસાદ નથી થયો. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં કહી ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.

કહી ખુશી તો કહી ગમ : બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આશા હતી કે, આ વર્ષે સારો વરસાદ થશે. જેથી સારા વરસાદની આશાએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. પરંતુ જે પ્રમાણે છેલ્લા એક થી દોઢ મહિનાથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો છે. જેને લઈને મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. તે નિષ્ફળ જઈ રહી છે. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈ મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ થયો હતો. જોકે, અમુક ખેડૂતો વરસાદ ન આવવાને કારણે નારાજ જોવા મળી રહ્યા છે.

ખેડૂતોની આશા પર પાણી : ચાલુ વર્ષે જ્યારે ચોમાસુ શરૂ થયું ત્યારે શરૂઆતમાં બિપરજોય વાવાઝોડા વખતે બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો હતો. સારા વરસાદની આશાએ ખેડૂતોને એવું હતું કે, આ વર્ષે વરસાદ સારો થશે. જેનાથી ખેતી સારી થશે, જેથી સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

  1. Rainfall Deficit hits Farmers : બનાસકાંઠામાં વરસાદની અછતથી ખેડૂતોની પરિસ્થિતિ કપરી, કાલના વરસાદ બાદ કહી ખુશી કહી ગમ
  2. Banaskantha Rain News : બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો, સિંચાઈના પાણીની માગ

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.