ઇફ્કોની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ થયેલ મતદાનને લઈને કામરેજ સુગર પ્રમુખ અશ્વિન પટેલે આપી પ્રતિક્રિયા - iffco election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 11:00 AM IST

thumbnail
ઇફ્કોની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ થયેલ મતદાનને લઈને અશ્વિન પટેલે આપી પ્રતિક્રિયા (ETV Bharat Gujarat)

સુરત: ઈફ્કોની ડિરેક્ટની ચૂંટણીને સૌરાષ્ટ્રનું રાજકરણ ભારે ગરમાઈ ગયું હતું. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારી પાછળ શાનદાર જીત મેળવી હતી. જેમાં જ્યેશ રાદડિયાને 180 માંથી 114 મત મળ્યા છે. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. ભાજપ વિરૂદ્ધ જઈને જયેશ રાદડીયા ઉમેદવારી નોંધાવી મેળવેલ વિજયને લઇને સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ ભારે ગરમાવો આવી ગયો છે. અશ્વિન પટેલે નિવેદન આપ્યું કે આ ચૂંટણીમાં સંકલનનો અભાવ હોય એવું પ્રથમ દૃષ્ટિએ માનું છું. મેન્ડેટ પ્રથાથી સહકારી માળખાને ફાયદો થયો કે ન થયો પરંતુ ભાજપને ફાયદો થયો છે. મારો તારો છોડીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને પાર્ટીને વરેલા આગેવાનને મેનડેટ આપવો જોઈએ. જ્યારે એની જગ્યાએ કોઈની કારકિર્દી પતાવવા માટે મેન્ડેટ અપાતા હોય ત્યારે સંસ્થા અને પાર્ટીને નુકસાન થાય છે. 

  1. સીએમ કેજરીવાલ કોંગ્રેસના ઉમેદવારો માટે દિલ્હીમાં રોડ શો કરશે, જુઓ સંપૂર્ણ વિગતો - lok sabha election 2024
  2. દિલ્હી હાઈકોર્ટમાં આજે આમ આદમી પાર્ટીને ઓફિસ ફાળવવા અંગે સુનાવણી, કેન્દ્ર માટે મોટો નિર્દેશ - AAP demand for allotment of office

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.