Janmashtami 2023: જન્માષ્ટમી શોભાયાત્રા પૂર્વે જૂનાગઢમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 6:34 AM IST

thumbnail

જૂનાગઢ: જૂનાગઢમાં જન્માષ્ટમીની શોભાયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષકની સાથે સમગ્ર પોલીસ કાફલાએ જન્માષ્ટમી શોભાયાત્રાના માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ઉપર કોટ વિસ્તારમાં આવેલા રામજી મંદિરેથી દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ યાત્રાનું આયોજન થતું હોય છે જે જૂનાગઢના માર્ગ પર ફરીને રાત્રિના નવ કલાકની આસપાસ ફરી એક વખત નિજ રામજી મંદિર પરત ફરે છે. શોભાયાત્રાના માર્ગ પર જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાનીમાં નાયબ પોલીસ અધિક્ષકની સાથે જૂનાગઢ શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મળીને 500 જેટલા પોલીસ કર્મીઓની હાજરીમાં આજે શોભાયાત્રાના માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ કરીને આવતી કાલની શોભાયાત્રાના સુચારુ આયોજન થાય તે માટે પોલીસ વિભાગે સમગ્ર યાત્રાના માર્ગ પર ફૂટ પેટ્રોલિંગ કરીને તમામ વ્યવસ્થાને ચકાસી હતી.  

  1. Fix Pay Employees: 'જય રણછોડ માખણ ચોર, ફિક્સ પગાર ગુજરાત છોડ'ના નારા સાથે ફિક્સ પે કર્મચારીઓએ મટકી ફોડી
  2. Shitala Satam 2023 : શીતળા સાતમના તહેવારની ધાર્મિક આસ્થા સાથે જૂનાગઢના ભક્તોએ કરી ઉજવણી

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.