ઓહો! 450 કિમીની યાત્રા કરીને વ્યકિત તો ઠીક ગાયનું ધણ પર દ્વારકા આવ્યું

By

Published : Nov 24, 2022, 3:56 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

દેવભૂમિ-દ્વારકા : જગત મંદિર દ્વારકાધીશ ખાતે વારંવાર ભક્તો પગપાળા ચાલીને આવી ભગવાન દ્વારકાધીશને દર્શન કરતાં હોય છે. પરંતુ આ વખતે એક અલગ અને ઇતિહાસમાં (dwarkadhish temple history) પ્રથમ વખત અદભૂત શ્રદ્ધા સામે આવી છે. દ્વારકાધીશના પરમ ભક્ત કચ્છના મહાદેવ દેસાઈ દ્વારા જ્યારે સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસનો કહેર વરસી રહ્યો હતો, ત્યારે પોતાની ગૌ માતાઓને આ રોગથી બચાવ ઠાકરને પ્રાર્થના કરી હતી અને તમામ ગાયો સુરક્ષિત રહેશે તો તે તમામ ગાયોને પગ પાળા ભગવાન દ્વારકાધીશને દર્શન કરવા લાવીશ તેવી માનતા રાખી હતી. જેને લઈને એક પણ ગૌવંશને કોઈ રોગ નહીં થતાં તેઓ કચ્છથી તેમની ગાયોને દ્વારકા પગપાળા લાવી ભગવાનના દર્શન કરાવ્યા હતા. દ્વારકાધીશ મંદિરની પ્રદક્ષિણા (dwarkadhish temple) પણ કરવી હતી. મહાદેવ દેસાઈ પોતાની માનતા ઉતારવા 25 ગાયોને લઈને 450 કિલોમીટર ચાલી દ્વારકા આવી પહોંચ્યા હતા, ત્યારે રાત્રીના દેવસ્થાન સમિતિની ઓફિસના અધિકારીની ખાસ મંજુરીથી (dwarkadhish darshan time) 25 ગૌ માતા અને મહાદેવ દેસાઈ સાથેના 5 ગૌસેવકોએ જગત મંદિરની પરિક્રમા કરી દર્શન કર્યા હતા. ત્યારે આ તકે પૂજારી દ્વારા ગૌ માતાને આશીર્વાદ રૂપે ઉપવસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. (Kutch to Dwarka Cows walked foot)

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.