Jamnagar Modak Competition : જામનગરમાં મોદક સ્પર્ધા, 14 મોદક ખાઈ સ્પર્ધા જીતી આ વ્યક્તિએ
જામનગર : જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલી વિશા ઓશવાળ જ્ઞાતિની વાડીમાં આજરોજ ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 63 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમાં મહિલા પુરુષ અને નાના બાળકો પણ જોડાયા હતાં. બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે જામનગરમાં મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે મોદક સ્પર્ધામાં ભાગ લેવા સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતાં. 63 જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. મોદક ખાવા માટે અડધા કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ભાણવડના સ્પર્ધકે 14 મોદક ખાઈને સ્પર્ધામાં પહેલો નંબર મેળવ્યો છે. તો મહિલાઓમાં ગજેરાબહેને 11 લાડુ ખાઈને પેલો નંબર મેળવ્યો છે. તો ટ્વિન્સ બાળકો પણ મોદક સ્પર્ધામાં જોડાયાં હતાં. લાડુની ઓળખ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે બ્રહ્મ સોશિયલ ગ્રુપની આ મોદક સ્પર્ધામાં ખાસ કરીને ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો શુદ્ધ ઘીના બનાવેલા લાડુ ખાય અને તંદુરસ્તી જાળવે તેવા ઉદેશ્યથી આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આજના જમાનામાં લોકો બહારની ખાણીપીણી પર વધુ ધ્યાન આપી રહ્યા છે અને લાડુ જેવી વસ્તુઓથી અણગમો રાખવી રહ્યા છે ત્યારે લોકો ફરીથી શુદ્ધ ઘીના બનાવેલા લાડુ ખાય તેવા ઉદ્દેશ્યથી બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આ મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.