ભરઉનાળે કમોસમી વરસાદ જામ્યો, ઝંખવાવની બજારો પાણી પાણી થઈ - Unseasonal rain in Zhankhwav

By ETV Bharat Gujarati Team

Published : May 14, 2024, 10:31 PM IST

thumbnail
સુરતના ઝંખવાવમાં કમોસમી વરસાદ ખાબક્યો (Etv Bharat Gujarat)

સુરત: જિલ્લાના માંગરોળ તાલુકામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.અને કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કેરી,તલ સહિતના પાકોને નુકશાન થશે એવી ભિતી ખેડૂતોને સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ગુજરાત રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્ર, મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરાં સાથે ભારે વરસાદ પડ્યો છે. આકરી ગરમી વચ્ચે વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તલ, કેરીનો પાક હાલ તૈયાર થવાની અણી પર હોવાથી આ ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.ખેડૂતોના પાકને નુકશાન થશે તેવી ભિતી સૌને સેવાઈ રહી છે. સુરત જિલ્લા ખેડૂત આગેવાન સંજય ભાઈએ જણાવ્યું હતું હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી વચ્ચે જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.