દરેક શાળાઓમાં બાળકોને આગથી બચવા માટેની તાલીમ અપાશે, સુરત શિક્ષણ વિભાગનો પ્રયાસ - Surat fire safety training

By ETV Bharat Gujarati Team

Published : May 30, 2024, 9:37 AM IST

thumbnail
જિલ્લા શિક્ષણ વિભાગ હવે સુરત શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરશે (ETV bharat Gujarat)

સુરત: રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સુરત શિક્ષણ અધિકારી પણ એક્શન મોડમાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગ હવે સુરત શહેરની તમામ શાળાઓમાં ફાયર સેફટી બાબતે તપાસ હાથ ધરશે. શિક્ષણ અધિકારી દ્વારા 120 ટિમો બનાવવામાં આવી છે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર NOC બાબતે તપાસ કરવામાં આવશે.

શાળામાં મોક ડ્રીલ યોજાશે: શાળાઓ ખુલ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. શાળાના શિક્ષકો અને આચાર્યને પણ આગથી બચવા માટેની તાલીમ આપવામાં આવશે. શાળા શરૂ થયા બાદ અલગ અલગ શાળામાં મોક ડ્રીલ યોજવામાં આવશે. જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકાને આ બાબતે રિપોર્ટ કરવામાં આવશે. 

  1. ફાયર સેફ્ટી કે ફાયર NOC વગર બારડોલીમાં ચાલતા 3 ગેમ ઝોન સામે કાર્યવાહી, માલિકો સામે નોંધાયો ગુનો - game zone in Bardoli
  2. જૂનાગઢમાં ગેરકાયદે ગેમ ઝોન સામે કડક કાર્યવાહી, છ સંચાલકો સામે FIR નોંધાઈ - JUNAGADH RAJKOT FIRE

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.