જૂનાગઢમાં પણ ઉઠ્યો અશાંત ધારાનો સુર, મોદી સરકાર આપશે સમર્થન ?

By

Published : Sep 4, 2022, 9:37 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ શનિવારે એક દિવસની જૂનાગઢની મુલાકાતે હતા. કેન્દ્રીય પ્રધાન સાથે શહેરના વિવિધ જ્ઞાતિ અને ધર્મના અગ્રણીઓએ મુલાકાત કરી હતી. જૂનાગઢના સમગ્ર જૈન સમાજનું પ્રતિનિધિ મંડળ શનિવારે કેન્દ્રીય પ્રધાનને મળ્યું હતું, જેમાં દિનેશ શેઠની આગેવાનીમાં ઉપરકોટ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની લઈને માંગ કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાને પણ સમગ્ર મામલાની સત્યતાને લઈને આગામી દિવસોમાં અશાંત ધારો લાગુ કરવા માટે સરકાર દ્વારા અંતિમ નિર્ણય કરવામાં આવશે, તેવો ભરોસો આપ્યો હતો. ઉપરકોટ વિસ્તારમાં હિન્દુ અને જૈન ધર્મના અનેક સ્થાનકો અને વસાહતો આવેલી છે, આવી પરિસ્થિતિમાં અન્ય ધર્મના લોકો આ વિસ્તારને કોઈ નુકસાન ન પહોંચાડે તેમજ આ વિસ્તારમાં આવેલા હિંદુઓ અને જૈન સંપ્રદાયના દેવસ્થાનકો સુરક્ષિત રહે, તે માટે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. Ashant Dhara Act Junagadh, Girnar Jain temples, Jain Demand Ashant dhara, Union Minister Piyush goyal Junagadh Visit, Ashant Dhara Uparkot

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.