પાટણ ધારાસભ્યનું ફેસબુક એકાઉન્ટ હેક, રૂપિયાની માંગણી કરતા મેસેજ આવ્યા સામે

By

Published : Dec 6, 2022, 3:28 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

thumbnail

પાટણ કોંગ્રેસના ધારાસભ્યનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોઈ અજાણ્યા વ્યક્તિએ હેક કરીને તેમના મિત્રો પાસે પૈસાની માગણી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ બાબતની જાણ ધારાસભ્યને થતા તમણે કોઈ પણ જાતનો નાણાકીય વ્યવહાર ન કરવા અપીલ કરી છે. પાટણમાં ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલનું ફેસબુક એકાઉન્ટ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા હેક કરાયું છે. ડૉ. કિરીટ પટેલને પૈસાની ખૂબ જરૂર હોવાથી તાત્કાલિક તેમના Paytmમાં પૈસા નાખવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા. પૈસાની માગણી કરવાના મામલે ડૉ. કિરીટ પટેલના મિત્રો દ્વારા તેમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જેથી ધારાસભ્યએ તાત્કાલિક ધોરણે પોતાના મિત્રો સગા સંબંધીઓ અને ફેસબુક ફોલર્સ લોકો સાથે નાણાંકીય છેતરપિંડી ના થાય તે હેતુથી કોઈપણ નાણાકીય વ્યવહાર તેમના નામે ન કરવા માટે લોકોને જાણ કરી હતી. આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલને પૂછતા ETV Bharat સાથેની ટેલીફોનિક વાતચીતમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે ભાવનગરથી એક વ્યક્તિનો મારા ઉપર ફોન આવ્યો હતો. તેણે મને આ અંગે જણાવ્યું હતું. જેથી મેં તાત્કાલિક ધોરણે અન્ય વ્યક્તિઓ અને મારા ફોલોવર નાણાકીય લેવડ દેવડથી છેતરાઈ નહીં. તે માટે કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર ન કરવા અપીલ કરી છે. આ બાબતે તેઓ પોલીસ ફરિયાદ પણ નોંધાવશે. Patan Congress MLA Asking friends for money Facebook account of MLA hacked in Patan Facebook account of Patan MLA hacked

Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.