ચોટીલામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની થઇ હત્યા, પોલીસે કરી 7 લોકોની અટકાયત - chotila crime

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 4:45 PM IST

thumbnail
ચોટીલામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની થઇ હત્યા (etv bharat gujarat)

ચોટીલા: રાજવડા ગામમાં ચાર દિવસથી ઘરેથી ગુમ થયેલ યુવકની સળગી ગયેલી હાલતમાં લાશ મળી આવી ત્યારે પરિવારજનોનો યુવકની હત્યા કર્યાના આક્ષેપને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચોટીલા તાલુકાના રાજવડા ગામનો યુવક ચાર દિવસથી ગુમ થયો હતો

યુવતી સાથે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા: યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, દેવસર ગામની યુવતી સાથે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે તેમજ પરિવારજનોની ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરિવારજનોની માંગ છે કે, જો તેઓની માંગ નહીં સંતોષવામાં આવે તો આ યુવકની ડેડબોડી સ્વીકારાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા સાત શખ્સોની અટકાયત: જ્યારે પોલીસે રાજવડા તેમજ દેવસર ગામમાં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડ્યાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી, પીઆઈ પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ચોટીલામાં ખડકી દેવામાં આવ્યો છે.

  1. ધો. 12ના દરેક પ્રવાહ અને ગુજકેટ 2024નું પરિણામ આજે GSEB વેબસાઈટ પર જાહેર થયુ - STD 12 Results - Result
  2. ધોરણ 12 પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઝૂમીને ગરબા કરતા નજરે પડ્યા - 12th science board result

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.