"શિક્ષણ વિભાગના આશીર્વાદથી શિક્ષણ જગતને લાંછન લાગ્યું", NEET પેપર લીક મામલે કોંગ્રેસ પ્રવક્તાએ ગંભીર આક્ષેપ કર્યા - NEET paper leak

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 3:59 PM IST

thumbnail
"શિક્ષણ વિભાગના આશીર્વાદથી શિક્ષણ જગતને લાંછન લાગ્યું" (ETV Bharat Desk)

અમદાવાદ : પંચમહાલ NEET પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, માલેતુજારના સંતાનો પોતાના બાળકોને ગોઠવવા આવા કામ કરે છે. કેટલાક માલેતુજાર લોકોના લીધે અને સ્કૂલોના લીધે આવી ઘટના બને છે. ભાજપની નાની માછલીઓ પકડી મોટા મગરમચ્છોને છોડી દેવાય છે. આ મામલે કલેકટરે જાગૃતિ દર્શાવી માટે તેમને અભિનંદન. પેટે પાટા બાંધીને માતા-પિતા બાળકોને ભણાવતા હોય છે. ભૂતકાળમાં શિક્ષણ વિભાગના આશીર્વાદથી શિક્ષણ જગતને લાંછન લાગતી ઘટના બની છે. રાજ્ય શિક્ષણપ્રધાન કહે છે કે દાખલો બેસે જેવી કાર્યવાહી કરીશું. પરંતુ અગાઉ પણ પેપર લીક સમયે સરકાર કહેતી કે કોઈને નહીં છોડવામાં આવે પણ કોઈ એવી કાર્યવાહી થઈ નથી.

  1. ધોરણ 12 પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ઝૂમીને ગરબા કરતા નજરે પડ્યા 
  2. મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસના વાઇરલ વિડીયો મામલે બેની અટકાયત 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.