Chandrayaan 3: ફ્લાઈટમાંથી ચંદ્રયાન-3 કેવું દેખાયું, જુઓ અદભૂત વીડિયો

By

Published : Jul 15, 2023, 8:59 PM IST

thumbnail

ચેન્નાઈ: ચંદ્રયાન-3નું લોન્ચિંગ એક ઐતિહાસિક ઘટના છે. પૃથ્વી ઉપરાંત ચંદ્ર પર મોકલવામાં આવી રહેલા ઈસરોના આ મિશનને ફ્લાઈટમાં બેઠેલા મુસાફરોએ પણ જોયું હતું. ચેન્નાઈથી ઢાકા જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6Eમાં સવાર એક મુસાફર દ્વારા ચંદ્રયાન-3નો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. જ્યારે પાયલોટે ઐતિહાસિક મિશનના વિઝ્યુઅલ્સની જાહેરાત કરી ત્યારે મુસાફરોએ બારીમાંથી ચંદ્રયાન જોવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક મુસાફરે આ સુંદર દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરી લીધું હતું. ઘણા લોકોએ પ્લેનની બારીમાંથી આ સુંદર નજારો કેદ કર્યો હતો. ચેન્નાઈથી ઢાકા જઈ રહેલા પ્લેનની બારીમાંથી કેપ્ચર થયેલી ચંદ્રયાન-3ની કેટલીક સુંદર તસવીરો સામે આવી છે. ચંદ્રયાનનો વીડિયો પ્લેનની બારીમાંથી શૂટ કરવામાં આવ્યો હતો.  જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર ચંદ્રયાન-3 શુક્રવારે લોન્ચિંગ બાદ લેવામાં આવી હતી. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.