Ahmedabad News: ભાઈ બહેનોએ રાખડી બાંધી લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કર્યો

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 3:36 PM IST

thumbnail

અમદાવાદ: સમગ્ર દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર માત્ર 3 મિનિટમાં 500 જેટલા જ 13 થી 18 વર્ષના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ એકબીજાને રાખડી બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાંથી શાળાના 542 વિદ્યાર્થી બહેનોએ માત્ર બે મિનિટ અને 52 સેકન્ડની અંદર જ તેમના ભાઈઓને રાખડી બાંધી આ સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત શાળાના 11 થી 12 વર્ષની વયના વિદ્યાર્થી ભાઈ બહેનોની 140 જોડી હોય આ ભવ્ય કાર્યક્રમમાં સાક્ષી બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના ડ્રોન કેમેરા અને વિડીયોગ્રાફી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે આજે રક્ષાબંધનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. G20ની થીમ આધારિત 35 ફૂટની રાખડી બનાવીને ગુરુકુળમાં અભ્યાસ કરતા બાળક અને બાળકીઓએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. રાખડીમાં G20માં સામેલ તમામ દેશોના રાષ્ટ્રધ્વજને સામેલ કરવામાં આવ્યા હતા. મંદિર એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નથી પરંતુ આધ્યાત્મિક કેન્દ્ર સમાન મંદિરોમાં સંસ્કારની સાથે રાષ્ટ્રીય ભાવનાઓ અને વિચારો અભ્યાસ કરતા પ્રત્યેક બાળકમાં શાળા કક્ષાએથી વિકાસ પામે તે માટે એસ.જી.વી.પી ગુરુકુળના અધ્યક્ષ માધવપ્રીયદાસ સ્વામીની પ્રેરણાથી આ વર્ષે ભગવાન રામ અને શ્યામની સાથે ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જી-20 થીમ આધારિત 35 ફૂટની રાખડી તૈયાર કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.