Shocking Video: સિંગર બેની દયાલને ડ્રોન કેમેરો અથડાયો...!

By

Published : Mar 4, 2023, 8:43 PM IST

thumbnail

ચેન્નાઈ: જાણીતા પ્લેબેક સિંગર બેની દયાલે વિવિધ ભાષાઓમાં અસંખ્ય ગીતો ગાયા છે. તે સિવાય તે પ્રાઈવેટ ટેલિવિઝન પર પ્રસારિત થઈ રહેલા ગીત સંબંધિત કાર્યક્રમમાં પણ જજ તરીકે ભાગ લઈ રહ્યો છે. તેમનો પરિચય સંગીત દિગ્દર્શક એ આર રહેમાને કરાવ્યો હતો. તેમણે તમિલ, તેલુગુ, મલયાલમ અને બંગાળી સહિતની ભાષાઓમાં 3,000 થી વધુ ગીતો ગાયા છે.

આ પણ વાંચો Tunisha Sharma suicide case: આરોપી શીજાન ખાનને 69 દિવસ પછી મળી જામીન, પોલીસ તપાસ હજુ પણ ચાલુ

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: શુક્રવારે ચેન્નાઈમાં વેલ્લોર ઇન્સ્ટિટ્યુ ઓફ ટેક્નોલોજી (VIT) દ્વારા આયોજિત કોન્સર્ટમાં ભાગ લીધો હતો. જ્યારે તે ગીતો ગાતો હતો ત્યારે સ્ટેજ પર ઉડતો એક ડ્રોન કેમેરો અણધારી રીતે બેની દયાલના ગળા પર અથડાયો. બેની દયાલ ગભરાઈ ગયો અને ડઘાઈ ગયો અને નીચે પડી ગયો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો WPL Anthem: WPL 2023 ઉદઘાટન સમારોહ યોજાશે, કિયારા અને કૃતિ સહિતના આ સ્ટાર્સ કરશે લાઈવ પર્ફોર્મન્સ

ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું, "મારી તબિયત વિશે પૂછનારા દરેકનો આભાર. સમારંભ દરમિયાન, ડ્રોન કેમેરા મારી પાછળની ગરદન પર વાગ્યો. જ્યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે મારી બે આંગળીઓમાં ઈજા થઈ. હું હવે ઠીક છું. મેં એવા પ્રોફેશનલ ઓપરેટરોને હાયર કરવા માટે પણ વિનંતી કરી છે જેઓ આવી ઇવેન્ટ્સમાં કેવી રીતે કામ કરવું તે જાણતા હોય છે. અને અમે ગાયકો છીએ. અમને મોટા કલાકારોની જેમ મોટી વ્યવસ્થાની જરૂર નથી. હું શો આયોજકોને કહેવા માંગુ છું કે સરળ વ્યવસ્થા પૂરતા છે."

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.