ETV Bharat / state

IPL સટ્ટાબાજોએ રૂપિયા 2.30 લાખની વસૂલાત કરવા યુવકનું કર્યું અપહરણ, વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી

author img

By

Published : Sep 26, 2020, 7:04 PM IST

વાપીનો યુવક ઓનલાઇન IPL જુગારમાં આશરે 2 લાખથી વધુની રકમ હારી જતા સટ્ટો રમાડનારાએ રૂપિયા વસૂલવા યુવકનું અપહરણ કરી તેનો નગ્ન વીડિયો ઉતાર્યો હતો. આ ઉપરાંત યુવક રૂપિયા ન ચૂકવે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 ઇસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Kidnapping latest news
IPL સટ્ટાબાજોએ રૂપિયા 2.30 લાખની વસૂલાત કરવા યુવકનું કર્યું અપહરણ

વલસાડઃ વાપીમાં ગત વર્ષ 2019માં IPLની રમતમાં એક યુવક સટ્ટો રમવામાં 2.30 લાખ રૂપિયા જેવી માતબર રકમ હારી ચૂક્યા બાદ સમયાંતરે થોડા-થોડા રૂપિયા આપતા યુવકનું 3 શખ્સોએ અપહરણ કરી એક રૂમમાં ગોંધી રાખી માર માર્યો હતો. આ ઉપરાંત તેને નગ્ન કરી વીડિયો બનાવ્યો હતો અને જો પૈસા નહીં આપે તો વીડિયો વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી યુવકે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

IPL સટ્ટાબાજોએ રૂપિયા 2.30 લાખની વસૂલાત કરવા યુવકનું કર્યું અપહરણ
ફરિયાદના આધારે વાપી ટાઉન પોલીસે મનોજ ઉર્ફે પપ્પુ કાળીયાની અને તેના સાગરીત કહેવાતા યશ અને પીયૂષની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વાપી ડિવિઝનના DYSP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પોલીસે ફરિયાદ આધારે ત્રણેય ઇસમોને ઝડપી લીધા છે અને આ ફરિયાદમાં ત્રણેય ઈસમોએ ફરિયાદીનું અપહરણ કરી તેમની પાસે રહેલા પાંચ હજાર રોકડા રૂપિયા પડાવી લીધા હતા અને તેને નગ્ન કરી બાકી નીકળતા 2 લાખથી વધુ રૂપિયાની કબૂલાત કરાવતો વીડિયો ઉતાર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અપહરણ અને નગ્ન વીડિઓ ઉતારવાના આ કિસ્સામાં યુવકે મનોજ ઉર્ફે પપ્પુ કાળીયા પાસેથી વર્ષ 2019માં ઓનલાઈન IPL સટ્ટો રમવા આઇડી બનાવી 1 લાખ રૂપિયા લીધા હતા. જે બાદ કુલ 1.90 લાખ રૂપિયા લીધા હતા. જે ફરિયાદી યુવક હારી ગયો હતો અને તે બાદ ટુકડે-ટુકડે રૂપિયા ચૂકવતો હતો. જો કે, તેમ છતાં આરોપીઓએ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી. તે અનુસંધાને અપહરણ કરી 2 લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલવા કપડાં ઉતરાવી વીડિઓ બનાવી કબૂલાત કરાવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.