ETV Bharat / state

વાપીમાં ગુટખા-સિગારેટ વેંચતા ઈસમની પોલીસે અટકાયત કરી

author img

By

Published : May 2, 2020, 5:11 PM IST

લોકડાઉનમાં ગુજરાતમાં દારૂની જેમ ગુટખા-સિગારેટના કાળાબજારે ધૂમ મચાવી છે. ત્યારે વાપીમાં ગુટખા-સિગારેટનું વેંચાણ કરતા એક દુકાનદારની વાપી ટાઉન પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

etv bharat
વાપી : લોકડાઉનમાં ગુટખા-સિગારેટ વેંચતા ઈસમની પોલીસે અટકાયત કરી

વાપી: કોરોના મહામારી અને લોકડાઉનમાં તમામ શહેરોમાં પાન મસાલાની દુકાનો બંધ હોવાથી કેટલાક લાલચુ દુકાનદારોએ પાન મસાલાના 10 ગણા ભાવે કાળા બજારી શરૂ કરી છે. ત્યારે વાપીમાં પણ કેટલાક પાનના ગલ્લા વાળા પાન મસાલાની કાળા બજારી કરતા હોવાનું પોલીસના ધ્યાને આવતા આવા ઈસમોને ઝડપી લેવા વોચ ગોઠવમાં આવી હતી.

જે અનુસંધાને વાપી ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. બારિયાને બાતમીના આધારે વાપીમાં કબ્રસ્તાન રોડ પર વિરાણી કોમ્પ્લેક્ષમાં રહેતા રાજુ મુરાદ વિરાણી નામનો ઈસમ પાન મસાલાનું વેંચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રાજુની દુકાનમાં રેડ કરતા દુકાનમાથી મીરાજના પેકેટ્સ, સિગારેટના પેકેટ્સ, વિમલ ગુટખાના પેકેટ્સએ ઉપરાંત છુટક તંબાકુ, બીડીના બંડલ મળી કુલ 2926 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

વેચાણ કરતા ઇસમ વિરુદ્ધ પોલીસે લોકડાઉનમાં જાહેરનામા ભંગની કલમ-188 અને 165 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.