ETV Bharat / state

Valsad News: દુલસાડ પ્રાથમિક શાળાની આચાર્યએ જાતિગત ટિપ્પણી કરતા વિવાદ, તપાસના આદેશ

author img

By

Published : Jun 15, 2023, 2:20 PM IST

વલસાડની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. દુલસાડ ગામના લોકોએ શાળાના આચાર્ય પર આરોપ લગાવ્યો છે કે આચાર્યએ બાળકોને જાતિગત ઠપકો આપ્યો હતો. મામલો જિલ્લા કક્ષાએ પહોંચતા હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

dulsad-primary-school-principals-caste-remarks-controversy-inquiry-ordered
dulsad-primary-school-principals-caste-remarks-controversy-inquiry-ordered

આચાર્યએ જાતિગત ટિપ્પણી કરતા વિવાદ

વલસાડ: દુલસાડ ગામે આવેલી પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય દ્વારા જાતિગત ટિપ્પણી કરતા વિવાદ થયો છે. ગ્રામજનો અને SMC સભ્યો સ્કૂલ ઉપર પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો અને કામગીરી અટકાવી હતી. જે બાદ ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી અને TPEO સ્થળ પર આવતા સમગ્ર બાબતે તપાસના આદેશ આપ્યા છે.

વિદ્યાર્થીઓ પર જાતિગત ટિપ્પણી: સ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને જાતિગત ટિપ્પણીઓ સાથે મહિલા આચાર્ય ઠપકો આપતી હોવાની વાત વિદ્યાર્થીઓએ આખરે વાલીઓને કરતા તેમને SMC સભ્યોને જાણ કરી હતી. તે બાદ આજે સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ ગ્રામજનો સ્કૂલનુપર પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.

આચાર્યને ફરજ મોકૂફ કરવા માંગ: રેખાબેન બળવંતસિંહ સોલંકી જેઓ આચાર્ય તરીકે દુલસાડ પ્રાથમિક મુખ્ય શાળામાં ફરજ બજાવે છે તેમને ફરજ મુક્ત કરવા માટે ગ્રામજનોએ એક આવજે સુર પુરાવ્યો છે. સ્કૂલમાં લોકો એકત્ર થઈ જતા જિલ્લાના ઇન્ચાર્જ શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી સ્કૂલ ઉપર પહોંચ્યા હતા એક શિક્ષક તરીકે વિધાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન કરવાને સ્થાને જાતિગત ટિપ્પણી કરી કેવી માનસિકતા ઉભી કરવામાં આવી રહી છે. તે બાબતે વાલીઓએ વિરોધ કરી મહિલા આચાર્યને ફરજ મુક્ત કરવાની માંગ કરી હતી.

મનમાની કરવાનો આરોપ: દરેક સ્કૂલમાં શિક્ષણ અને તેને લાગતા તમામ પ્રશ્નો અને વિવિધ હિસાબ અંગે SMC માં રહેલ સભ્યો ધ્યાન આપતા હોય છે. જોકે દુલસાડ સ્કૂલમાં તો આચાર્ય દ્વારા SMC કમિટીમાં રાખવામાં આવેલ સભ્યોને કોઈ આગોતરી જાણકારી કે ઠરાવ એજન્ડા વિના જ કમિટી સભ્યમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કરતા સમગ્ર બાબતે તપાસ શરૂ થઈ છે.

'જો મહિલા આચાર્યએ ટિપ્પણી કરી હોય તો તે ગંભીર બાબત છે. લોકોના વિરોધ અને રજુઆતને જોતા હાલ તપાસના આદેશ કર્યા છે. 3 દિવસમાં રિપોર્ટ આવે કાર્યવાહી કરવામાં આવશે હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.' -ડો.અર્જુનભાઈ, ઇન્ચાર્જ શિક્ષણ આધિકારી

3 દિવસનો માંગ્યો સમય: વાલીઓ અને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતા આખરે શિક્ષણ આધિકારીએ મહિલા આચાર્ય સામે તપાસના આદેશ કર્યા છે એટલું જ નહીં લોકોને 3 દિવસનો સમય આપ્યો છે. ત્રણ દિવસમાં તેમની સામે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ વાલીઓએ કોઈ કાર્યવાહી નહિ થાય તો બાળકોને ત્યાં સુધી શાળાએ મોકલશું નહિ તેવી જાહેરાત કરી હતી. શિક્ષણ અધિકારીએ વાલીઓ જણાવ્યું કે સમગ્ર પ્રકરણમાં બાળકો નિર્દોષ છે અને લોકોને મુશ્કેલી આચાર્યથી અન્ય શિક્ષકો અહીં છે જેમના દ્વારા અભ્યાસ ચલાવવામાં આવે છે. જો બાળકોને નહિ મોકલો તો તેઓના શિક્ષણ ઉપર અસર થઈ શકે છે.

  1. Jignesh Mevani Demand : મેવાણીની ડીજીપીને રજૂઆત, કાકોશીમાં ક્રિકેટ મેચની બબાલમાં દલિત પર હુમલાની ઘટનામાં વધુ કલમો ઉમેરો
  2. Navsari News : પીપલગભાણ ગામે પ્રાથમિક શાળાના ભોજનમાં મૃત ગરોળી નીકળી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.