ETV Bharat / state

વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ

author img

By

Published : Nov 18, 2021, 10:57 PM IST

નવસારીની 19 વર્ષીય યુવતીની લાશ વલસાડ ક્વિનમાં ડી 12 ડબ્બામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા બાદ તેના મૃત્યુ અંગે તપાસ શરૂ થઈ હતી. જેમાં મળેલી અંગત ડાયરીએ ભેદ ખોલવાને સ્થાને વધુ રહસ્યો સર્જી દીધા છે. 19 વર્ષીય યુવતી સાથે વડોદરામાં દુષ્કર્મ (Vadodara rape case) થયું હોવાનું ઘટસ્ફોટ થતા પોલીસ વિભાગ સક્રિય બન્યું હતું અને તપાસ શરૂ કરી હતી, ત્યારે આજે ઘટનાના 15 દિવસ બાદ વલસાડ રેલવે પોલીસે બે અજાણ્યા ઈસમો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે.

વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ
વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ

વડોદરા દુષ્કર્મ મામલે વલસાડ રેલવે પોલીસે બે ઈસમો સામે નોંધી ફરિયાદ

વલસાડ રેલવે CPI બી.આર ડાંગી ખુદ બન્યા ફરિયાદી

ઘટનાના 15 દિવસ બાદ નોંધાઇ પોલીસ ફરીયાદ

વલસાડ: ગત તારીખ 4-11-21ના રોજ વલસાડ ખાતે રાત્રી દરમિયાન રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વિન ટ્રેનના ડબ્બા નંબર ડી બારમાં એક 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ વલસાડ જિલ્લા પોલીસ (valsad railway police registered fir) હરકતમાં આવી હતી અને સમગ્ર બાબતે તપાસ શરુ કરવામાં આવતા, આ યુવતી વડોદરા વિસ્તારમાં રહીને અભ્યાસ કરતી હોવાનું માલૂમ પડ્યુ હતું.

વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ

બે અજાણ્યા ઈસમો દ્વારા દુષ્કર્મ

યુવતી એક સ્થાનિક સામાજિક સંસ્થામાં કામ કરતી હતી અને તેની સાથે વડોદરામાં બે અજાણ્યા ઈસમો દ્વારા દુષ્કર્મ (Vadodara rape case) કરવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ મૃતક યુવતીની એક અંગત ડાયરીમાંથી મળી આવતા તેના મોત અંગે અનેક રહસ્યો સર્જાયા છે. જોકે પોલીસે તમામ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે, પરંતુ હજુ સુધી આ યુવતીને ખેચી જઇ દુષ્કર્મ કરનારાઓ સુધી પોલીસ પહોંચી શકી નથી.

વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ
વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ

ઘટનાના ૧૫ દિવસ બાદ વલસાડ રેલવે પોલીસમાં નોંધાઇ ફરિયાદ

મૂળ નવસારીની રહેવાસી અને વડોદરા વિસ્તારમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય યુવતીએ વલસાડની ગુજરાત ક્વિન ટ્રેનમાં ગળે ફાંસો ખાઈ (vadodara student rape suicide) જીવન ટુંકાવ્યું હતું. આ સમગ્ર મામલે ઘટના બહાર વલસાડ રેલવે પોલીસ તેમજ વડોદરા રેલવે પોલીસ સહિત અનેક ટીમો જોડાઈ અને તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી મૃતક યુવતીના આરોપી સુધી પોલીસ પહોંચી શકી નથી. જોકે ઘટનાના ૧૫ દિવસ બાદ આજે આ સમગ્ર બાબતે વલસાડ રેલવે પોલીસમાં યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ છે. બે અજાણ્યા ઇસમો યુવતીને ખેંચી જઈ તેની સાથે ક્રુરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની કલમ ફરિયાદ નોંધવામાં આવી છે.

વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ
વડોદરા રેપ કેસ: ઘટનાના 15 દિવસ બાદ બે ઈસમો વિરુદ્ધ વલસાડમાં નોંધાઇ ફરિયાદ

ઘટનાની ગંભીરતા જોતા વલસાડ પશ્ચિમ રેલવેના CPI સ્વયં ફરિયાદી બન્યા

સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા વલસાડ રેલવેના CPI બીઆર ડાંગી સ્વયં ફરિયાદી બની આ ઘટના મામલે ફરિયાદ આપવામાં આવી છે. જેમાં બે ઈસમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના દ્વારા મૃતક યુવતી સાથે વડોદરામાં દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જોકે બીજી તરફ સંસ્થાના હિત સાથે સંકળાયેલા કેટલાક લોકોએ મૃતક યુવતીએ લખેલા ડાયરીના પાનાના ફોટા પાડેલા હતા તે ડીલીટ કરી નાશ કરાયા હતા, જે મામલે મૃતક યુવતીને માઠું લાગ્યું હોવાનો પણ ઉલ્લેખ છે.

પોલીસ ફરિયાદમાં શું શું ઉલ્લેખ

પોલીસે આ ઘટનામાં ફરિયાદમાં ઉલ્લેખ મુજબ 29-10-2021ના રોજ વડોદરા શહેરના મલ્હાર પોઇન્ટની સામે જગદીશ ફરસાણની ગલીમાં વેકસીન ઇન્સ્ટિટયૂટના પડતર ગ્રાઉન્ડમાં આ યુવતીને ખેંચી જઈ બે યુવાનોએ બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી કાપડના પટ્ટાથી મોઢા ઉપર ઓઢણી બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું અને શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી તરફ મરનારે લખેલી અંગત ડાયરીના પાનાના ફોટા પાડેલા જે સંસ્થાના હિત ધરાવતા વ્યક્તિઓ દ્વારા ડીલીટ કરી નાશ કરાયેલા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. પોલીસે બે ઈસમો સામે ઇ.પી.કો કલમ ૩૭૬(ડી),૩૦૬,૩૬૫,૩૪૨,૩૨૩,૨૦૧, મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી

આ પણ વાંચો: વડોદરા રેપ કેસ મામલે રેલ્વે રેન્જ IGએ આપ્યું નિવેદન, કહ્યું- "કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.