ETV Bharat / state

ધરમપુરનાં મસરાણી દંપતી દ્વારા લગ્નનની પહેલી દિવાળીની અનોખી ઉજવણી

author img

By

Published : Nov 15, 2020, 12:39 PM IST

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતા એક યુગલ દ્વારા લગ્નની પહેલી દિવાળીને કંઈક અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દંપતી દ્વારા આ દિવાળીનો તહેવાર 300 ગરીબ પરિવારના ઘરોમાં અજવાળું કરવા સોલાર લાઈટ ભેટમાં આપી ઉજવણી કરી હતી. 300 પરિવારો ઝૂપડામાં રહે છે. જ્યાં લાઈટ કનેક્શન પણ નથી, ત્યાં અજવાસ પાથરીને દિવાળીને સાચા રૂપમાં સાર્થક કરી હતી.

ધરમપુરનાં મસરાણી દંપતી દ્વારા લગ્નનની પહેલી દિવાળીની અનોખી ઉઝવણી
ધરમપુરનાં મસરાણી દંપતી દ્વારા લગ્નનની પહેલી દિવાળીની અનોખી ઉઝવણી

  • વલસાડના દંપતીએ દિવાળીની કરી અનોખી ઉજવણી
  • 300 ગરીબોના ઘરમાં અજવાળું પાથરી ઉજવી દિવાળી
  • સોલાર લાઈટની ભેટ આપી ગરીબોના ઘરને ઉજ્જવળ કર્યુ

વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતા એક યુગલ દ્વારા લગ્નની પહેલી દિવાળીને કંઈક અનોખી રીતે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દંપતી દ્વારા આ દિવાળીનો તહેવાર 300 ગરીબ પરિવારના ઘરોમાં અજવાળું કરવા સોલાર લાઈટ ગિફ્ટમાં આપી ઉજવણી કરી હતી. 300 પરિવારો ઝૂપડામાં રહે છે. જ્યાં લાઈટ કનેક્શન પણ નથી ત્યાં અજવાસ પાથરીને દિવાળીને સાચા રૂપમાં સાર્થક કરી હતી.

ધરમપુરનાં મસરાણી દંપતી દ્વારા લગ્નનની પહેલી દિવાળીની અનોખી ઉઝવણી
દિવાળી નિમિતે નવી પહેલ કરી ગરીબોને કર્યા ઉજ્જવળઆ પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે વીજ કનેક્શન લઈ શકતા ન હતા. જેને લઈને આ ગરીબ પરિવારોના જીવનમાં રાત્રી દરમિયાન અંધકાર છવાઈ જતું હોય છે. આ ગરીબ પરિવારોના જીવનમાંથી અંધકાર દૂર કરવા માટે ધરમપુર ખાતે રહેતા ઋષિત મસરાણી તથા તેમના પત્ની પૂર્વજા મસરાણી દ્રારા આ દિવાળી નિમિતે ગરીબોના જીવનમાંથી અંધકાર દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મસરાણ દંપતી દ્વારા 300 પરિવારોને સોલાર લાઈટ અપાઈ

ઋષિત મસરાણી તથા તેમના પત્ની દ્રારા ધરમપુર તાલુકાના 300 જેટલા ગરીબ પરિવારોને દિવાળીના ખાસ તહેવાર નિમિત્તે સોલાર લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમના જીવનમાં આ દિવાળીના તહેવારમાં અંધકાર દૂર થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દંપતીએ સાચા રૂપમાં દિવાળીને તહેવારની ઉજવણી કરી જીવનમાં પ્રકાશ કેટલો મહત્વનો છે તે સાબિત કર્યું હતું.

ચાર્જેબલ સોલાર લાઈટ 6 કલાક સુધી પ્રકાશ આપી શકે છે

લાઈટ મળતા તમામ પરિવારોમાં એક ખુશીનો માહોલ છવાયો હતો. આ સોલાર લાઇટ 4 થી 6 કલાક સુધી ચાલશે. જેથી આ પરિવારમાં રહેતી મહિલાઓના કામ થઈ શકશે અને ઘરમાં પ્રકાશ રહી શકશે. આમ ધરમપુરમાં આ યુગલ દ્વારા દીપોત્સવના તહેવારને ખરી રીતે સાર્થક કરી બતાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.