ETV Bharat / state

વલસાડના પારડીમાં પ્રજાસત્તાક પર્વની થઈ ઉજવણી

author img

By

Published : Jan 26, 2020, 2:18 PM IST

વલસાડ જિલ્લાના પારડી તાલુકા મથક 71મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વલસાડમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યના વન અને આદિજાતિ વિકાસ પ્રધાન રમણ પાટકર દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી.

valsad
વલસાડના પારડી ખાતે પ્રજાસત્તાક પર્વની થઈ ઉજવણી

વલસાડઃ જિલ્લાના પારડી તાલુકા મથક બીઆરસી ભવન પાલડી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણલાલ પાટકરએ ત્રિરંગો લહેરાવી પ્રજાજનોને સંદેશો આપ્યો હતો. બધાને રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

વલસાડના પારડી ખાતે પ્રજાસત્તાક પર્વની થઈ ઉજવણી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રધાન સહિત કલેક્ટર ફરસાણ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ ગણતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. જેમાં સ્કૂલની બાળાઓએ દેશભક્તિ ગીતોના સથવારે વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન રમત-ગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ ખેલાડીઓ પ્રશંસનીય કામગીરી કરનારને મહાનુભવોના હસ્તે સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે બધાને સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમ જ સફળ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ સરકાર દ્વારા હાલમાં લાવેલા નવા કાયદાઓ વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા. વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકરએ જણાવ્યું કે, સરકાર જે કાયદાઓ બનાવ્યા એ તમામ લોકોના હિતમાં છે. ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને કોઇ જ પ્રકારનું નુકસાન ન થાય તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ હોમગાર્ડ ફોરેસ્ટ સહિત અનેક વિભાગના અધિકારીને વિશિષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

Intro:વલસાડ જિલ્લાના પારડી તાલુકા મથક a71 માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી


Body:વલસાડ જિલ્લાના પારડી તાલુકા મથક બીઆરસી ભવન પાલડી ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર એ ત્રિરંગો લહેરાવી પ્રજાજોગ સંદેશો આપ્યો હતો બધાને રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી પ્રજાસત્તાક પર્વ ઉજવણી દરમિયાન વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રધાન સહિત કલેકટર ફરસાણ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું આવેલા પોલીસની પરેડ પોલીસ બેન્ડ ના સથવારે તેમજ જુદા જુદા વિભાગ દ્વારા આકર્ષક અને માહિતીપ્રદ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા ગણતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા જેમાં સ્કૂલની બાળાઓએ દેશભક્તિ ગીતો ના સથવારે વિવિધ કૃતિઓ રજુ કર્યા હતા તો સાથે સાથે જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન રમતગમત ક્ષેત્રમાં શ્રેષ્ઠ ખેલાડીઓ પ્રશંસનીય કામગીરી કરનાર ને મહાનુભવોના હસ્તે સન્માનિત કરાયા હતા આ પ્રસંગે બધાને સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમ જ સફળ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ સરકાર દ્વારા હાલમાં લાવેલા નવા કાયદાઓ વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા


Conclusion:વન અને આદિજાતિ પ્રધાન રમણલાલ પાટકર એ જણાવ્યું કે સરકાર જે કાયદાઓ બનાવ્યા એ તમામ લોકોના હિતમાં છે ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને કોઇ જ પ્રકારનું નુકસાન ન થાય તેવો વિશ્વાસ તેમણે આપ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ હોમગાર્ડ ફોરેસ્ટ સહિત અનેક વિભાગ ના અધિકારી ને વિશિષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા

નોંધ વીડિયો વી ઓ સાથે છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.