ETV Bharat / state

વલસાડમાં IPL પર સટ્ટો રમતા ત્રણ ઇસમોની પોલીસે કરી અટકાયત

author img

By

Published : Sep 23, 2020, 8:09 PM IST

IPL શરૂ થતા ક્રિકેટ મેચ પર સટ્ટો રમનાર આ અનેક તત્વો સક્રિય થઈ ગયા છે. ત્યારે વલસાડ પોલીસે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ પર વલસાડથી બેસીને સટ્ટો રમનાર ત્રણ ઈસમોની અટકાયત કરી છે. પોલીસે ઇસમો પાસેથી 5 મોબાઇલ સહિત રોકડ રૂપિયા 12,800 બે મોપેડ અને ટીવી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ETV BHARAT
વલસાડ: IPL પર સટ્ટો રમતા ત્રણ ઇસમોની પોલીસે કરી ધરપકડ

વલસાડ: નાનીવાડી વિસ્તારમાં આવેલા મદ્રેસા હિદાયતની સામે આરીફ ચીખલીયા તેના ઘરના ઉપરના પતરાના શેડમાં બેસી રાજસ્થાન રોયલ અને ચેન્નઈ સુપર કિંગની ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ મેચ પર હાર-જીતનો સટ્ટો મોબાઈલના માધ્યમથી રમાડે છે. તેની બાતમી વલસાડ સિટી પોલીસને મળી હતી. જેથી પોલીસે ત્યાં રેડ પાડતા સટ્ટો રમતા ત્રણ ઇસમોની અટકાયત કરી હતી.

વલસાડ: IPL પર સટ્ટો રમતા ત્રણ ઇસમોની પોલીસે કરી અટકાયત

પોલીસે આરીફ હમ શરીફ ચીખલીયા, ઇમરાન ઉર્ફે લાંબો મોહમ્મદ મન્સૂરી, સુનિલ ઉર્ફે છાપ ભીખુભાઈ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે વાપીના સોહીલનું પણ નામ બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સટ્ટાબેટિંગમાં પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રૂપિયા 12,800 તેમજ 5 મોબાઇલ જેની કિંમત 35,000 રૂપિયા બે મોપેડ ટીવી સેટઅપ બોક્સ સહિત સત્તા માટે ઉપયોગમાં આવતા કેટલાક સાધનો મળી પોલીસે 1,10,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે આ ત્રણેય ઇસમો સામે જુગારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.