ETV Bharat / state

Money fraud in vapi : લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવતા 5 ઇસમોની ધરપકડ, 55 લાખનો મુદ્દામાલ કબ્જે

author img

By

Published : Dec 15, 2021, 9:19 PM IST

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં એક વર્ષમાં ડબલ પૈસા કરી (Money fraud in vapi) આપવાની લોભામણી સ્કીમ (Accused cheat fraud in vapi) હેઠળ લોકો પાસે મોટાપાયે પૈસાનું રોકાણ કરાવતા 5 ઇસમોની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે (Vapi Police Accused arrested) પકડાયેલ ઈસમો પાસેથી કાર, રોકડ મળી કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Money fraud in vapi : લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવતા 5 ઇસમોની ધરપકડ, 55 લાખનો મુદ્દામાલ કબ્જે
Money fraud in vapi : લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવતા 5 ઇસમોની ધરપકડ, 55 લાખનો મુદ્દામાલ કબ્જે

  • એકના ડબલ કરી આપવાની લાલચ આપતા 5ની ધરપકડ
  • પોલીસે 55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • 53 રોકાણકારો પાસે 40 લાખનું રોકાણ કરાવ્યું

વાપી :- વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને લોભામણી સ્કીમ (Money fraud in vapi) બતાવી રોકાણ કરાવતા 5 લોકોની 55 લાખના મુદ્દામાલ સાથે વલસાડ પોલીસે ધરપકડ (Vapi Police Accused arrested) કરી છે. પોલીસે આ ટોળકીને (Accused cheat fraud in vapi) રોકડા રૂપિયા 3.67 લાખ સાથે પકડી તેમના દ્વારા થયેલા રૂપિયા 40 લાખના રોકાણની પોલ ખોલી વધુ લોકોને ઠગતા બચાવ્યા છે.

કોઇ પણ પ્રકારના લાયસન્સ ન હતું

આ અંગે વાપી DYSP વીરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, વલસાડ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમને કપરાડા પંથકમાં લોભામણી સ્કીમ (Money fraud in vapi) આપી ભોળા ભાળા લોકો સાથે છેતરપીંડી થતી હોવાની માહિતી મળી હતી. આ ઠગ ટોળકી કપરાડના મોટાપોંઢા ગામે નાસિક રોડ પરથી જતી હોવાની બાતમીના પગલે પોલીસે (Vapi Police Accused arrested) એક નંબર વિનાની ફોર્ચ્યુનર કાર અને સ્કોર્પિયો કારને અટકાવી તેમાં સવાર ઉમેશ સુરેશ પટેલ, અજય નટુ પટેલ અને શ્યામલ નરેશ પટેલને પકડી પૂછપરછ કરતા તેમની પાસેથી ડ્રીમ 900 અને રેવન્યુ સ્ટ્રીમ પ્લાનના નામ સાથે અનેક લોભામણી સ્કીમના પેમ્ફલેટ મળી આવ્યાં હતા. જેમાં કોઇ પણ પ્રકારના લાયસન્સ વિના લોકો પાસેથી લોભામણી સ્કીમના નામે રોકાણ કરાવડાવી ગેરમાર્ગે દોરતા (Accused cheat fraud in vapi) હોવાનું જાણવા મળ્યું હતું.

પકડાયેલ આરોપીઓના નામ

પકડાયેલી ટોળકી (Accused cheat fraud in vapi) ખેરગામના રુમલાના ભાગ્યેશ પટેલ અને અગાસીના વિશાલ સાથે મળી કુલ 53 રોકાણકારો પાસેથી કુલ 40 લાખનું રોકાણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે પોલીસે ઉમેશ, અજય, શ્યામલ તેમજ તેના ખેરગામના સાથીદારો ભાગ્યેશ અને વિશાલ વિરુદ્ધ ગુનો (Vapi Police Accused arrested) દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કાર, રોકડ મળી કુલ 55 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ટોળકી પાસેથી આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો

પકડાયેલી આ ટોળકીના (Accused cheat fraud in vapi) મોબાઇલ જોતાં તેમાં ડ્રીમ 900, ફિનો પેમેન્ટ બેન્ક વગેરે ગૃપ જોવા મળ્યા હતાં. આ વોટ્સએપ ગૃપમાં તેમના દ્વારા વિવિધ સ્કીમની (Money fraud in vapi) જાણકારી આપી રોકાણ કરાવતા હતાં. રોકાણ માટે ઇન્વેસ્ટમેન્ટ સિંગલ આઇડી લોગઇન, ડેઇલી પે આઉટ ડેટા 2021 જેવા ગૃપ બનાવી રોકાણની માહિતી અને તેનો વહીવટ કરતા હતા તેમજ તેમની પાસેથી બે કાર, 4 મોબાઇલ, 3.67 લાખ રૂપિયા રોકડા, લેપટોપ, રબર સ્ટેમ્પ, ડેબિટ કાર્ડ, પાસબુક વગેરે મળી કુલ રૂપિયા 55.31 લાખનો મુદ્દામાલ (Vapi Police Accused arrested) સીઝ કર્યો છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ DAMAN: ફાર્મા કંપનીને ડુપ્લીકેટ દવાનું રો-મટીરીયલ્સ સપ્લાય કરનારા કાનપુરના 9 લોકોની ધરપકડ

આ પણ વાંચોઃ વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.