DAMAN: ફાર્મા કંપનીને ડુપ્લીકેટ દવાનું રો-મટીરીયલ્સ સપ્લાય કરનારા કાનપુરના 9 લોકોની ધરપકડ

author img

By

Published : Jul 4, 2021, 7:23 AM IST

DAMAN: ફાર્મા કંપનીને ડુપ્લીકેટ દવાનું રો-મટીરીયલ્સ સપ્લાય કરનારા કાનપુરના 9 લોકોની ધરપકડ

દમણની Softech Pharma કંપનીએ આપેલા દવાના રો-મટિરિયલ્સનો ઓર્ડર લઈ 9.75 લાખનું પેમેન્ટ વસૂલી ડુપ્લીકેટ દવાનું રો-મટિરિયલ્સ પધરાવી દેનારા ભેજાબાજોની દમણ પોલીસે કાનપુરથી દબોચી લીધા છે. પોલીસને મળેલી વિગતો મુજબ પકડાયેલા 9 આરોપીઓ ઓરીજનલ કંપનીની આડમાં clone કંપની ઉભી કરી દવાઓના રો-મટિરિયલ્સનો ઓર્ડર લઈ આ છેતરપિંડી આચરતા હતાં. પોલીસને આરોપી પાસેથી અલગ અલગ સરકારી કાર્યાલયના રબ્બર સ્ટેમ્પ પણ મળ્યા છે.

  • દમણની ફાર્મા કંપનીને ડુપ્લીકેટ દવાનું રો-મટીરીયલ્સ સપ્લાય
  • મૂળ માલિકે પટાવાળાને માલિક બનાવી ફર્જી કંપની ઉભી કરી
  • ડુપ્લીકેટ રો-મટિરિયલ્સ પધરાવનારા 9 લોકોની ધરપકડ

દમણઃ India Mart જેવી સોશ્યલ સાઇટ્સના પ્લેટફોર્મ મારફતે ફાર્મા કંપનીનો સંપર્ક કરીને દવાઓનું બનાવટી રો-મટિરિયલ વેચવાના કેસમાં દમણ પોલીસે કાનપુરમાંથી 9 ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલા શખ્સોએ 15 જૂને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની સોફટેક ફાર્મા નામની પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો પેરાસિટામોલ (paracetamol) મેડિસિનના રો-મટિરીયલનો ઓર્ડર લઈ ડુપ્લીકેટ (Raw-Materials) પધરાવી 9.75 લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કરી હતી.

DAMAN: ફાર્મા કંપનીને ડુપ્લીકેટ દવાનું રો-મટીરીયલ્સ સપ્લાય કરનારા કાનપુરના 9 લોકોની ધરપકડ

Softech Pharma પ્રાઈવેટ લિમિટેડ પનીના HR અને Executiveએ ફરિયાદ નોંધાવી

દમણમાં કાર્યરત Softech Pharma પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના HR અને Executive અજિત શર્માએ નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, India Mart નામની social સાઇટ્સ પર તેમની કંપની દ્વારા પેરાસીટામોલ દવાના રો-મટિરિયલ્સ માટે વિનંતી કરી હતી. જે અંગે યુરો એશિયા કેમિકલ નામની કંપનીએ તેનો સંપર્ક કર્યો હતો. જે બાદ પેરાસીટામોલ દવાના સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં. જે સોફટેક ફાર્માની લેબોરેટરીઝમાં તપાસ કરતા સાચા જાણવા મળતા ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ માલ પ્રાપ્ત થાય તે પહેલાં 9,75,000નું પેમેન્ટ પણ કર્યું હતું. જે બાદ જે મટિરિયલ્સ મળ્યું તે ડુપ્લીકેટ હોવાનું સાબિત થયું હતું. આ સમગ્ર કેસ અંગે દમણ જિલ્લા પોલીસવડા અમિત શર્માએ વિગતો આપી હતી.

આ પણ વાંચોઃ ભરૂચઃ કેન્દ્ર સરકારે ડાયસ્ટફ રો મટીરીયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દેતા ડાઈઝ ઉદ્યોગકારો ચિંતામાં

આરોપીઓના 12મી જુલાઈ સુધીના રિમાન્ડ

જિલ્લા પોલીસવડાના જણાવ્યા મુજબ, ડુપ્લીકેટ મટિરિયલ્સ મળ્યા બાદ યુરો એશિયા કેમિકલના સંચાલકોએ પોતાનો સંપર્ક બંધ કરી દીધો હતો. આ સંદર્ભમાં નાની દમણ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસ ટીમ વિવિધ માહિતી એકઠી કરી કાનપુર પહોંચી હતી, જ્યાં કાનપુર પોલીસની મદદથી Euro Asia Bio Chemical નામની કંપનીમાં દરોડો પાડી 9 આરોપીઓની ધરપકડ કરી દમણ લાવવામાં આવ્યાં હતાં. આરોપીઓને દમણ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 12મી જુલાઈ સુધીના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતાં.

80થી વધુ ચેક બુક, સરકારી કાર્યાલયના રબ્બર સ્ટેમ્પ મળ્યાં

પકડાયેલા ગુનેગારોમાં પ્રશાંત રાજનારાયણ શ્રીવાસ્તવ, ઓમપાલસીંગ શ્યામચરણ, પંકજ રમેશચંદ્ર શર્મા, તુફૈલ ખાન, સત્યપ્રકાશ શ્રીશિવનાથ યાદવ, મોહંમદ જીશનરઇસ અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે. દમણ પોલીસે તમામની પાસેથી 80થી વધુ ચેક બુક, મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર અને અલગ-અલગ સરકારી કાર્યાલયના રબ્બર સ્ટેમ્પ સહિત 58,200 રોકડ રકમ જપ્ત કરી IPC કલમ 464, 465, 467, 468, 471, 472, 120 બી, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ટંકારામાં સિરામિક રો-મટીરીયલ્સની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

Asia Bio Chemicalના અજય કુમારે Euro Asia Chemical નામની ક્લોન કંપની બનાવીને કૌભાંડ આચર્યું

ઉલ્લેખનીય છે કે, પકડાયેલા ઈસમોએ પૈસા કમાવવાના લોભમાં મૂળ કંપની Euro Asia Bio Chemical pvt. Ltd ના પ્રોપરાઇટર અજય કુમારે જ Euro Asia Chemical નામની ક્લોન કંપની બનાવીને કપટપૂર્વક તે કંપનીમાં પટાવાળાને પ્રોપરાઈટર બનાવી પૈસા કમાતો હતો. જેની આ છેતરપીંડીનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. તેમજ આ અપરાધીઓ દ્વારા અન્ય કેટલા લોકો સાથે આવી છેતરપીંડી કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.