વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

author img

By

Published : May 21, 2021, 9:45 AM IST

વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

વાપીમાં SOGની ટીમે રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 રીઢા આરોપીઓ અને ચોરીનો માલ લેતા જવેલર્સની ધરપકડ કરી, વાપીમાં બનેલા 6 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. SOGની ટીમે 3 આરોપીઓની ધરપકડ સાથે સોનાની ચેઇન, મોંઘી બાઇક મળી કુલ 1,64,500 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

  • વાપી SOGની ટીમે ચેઇન સ્નેચિંગ કરતા આરોપીઓને દબોચ્યા
  • સોનાની ચેઇન ખરીદનાર સોની વેપારીની પણ ધરપકડ
  • 1,64,500ના મુદ્દામાલ સાથે 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

દમણઃ વલસાડ જિલ્લાના વાપીમાં 5 દિવસ અગાઉ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગેલા અને એ ચેઇન વાપીના ડુંગરા ખાતે સોની વેપારીને વેચવા નીકળેલા 2 રીઢા ચેઇન સ્નેચર અને સોનાની ચેઇન ખરીદનાર સોની સહિત ત્રણેય શખ્સોને વાપીની SOGની ટીમે દબોચી લીધા છે.

વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

આ પણ વાંચોઃ અમદાવાદમાં 2004થી સાથે મળીને ગુન્હાને અંજામ આપનારા 2 મિત્રો ઝડપાયા

આ શખ્સ 11 જેટલા સ્નેચિંગ અને પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા રીઢા અપરાધી છે

આ પકડાયેલા શખ્સ આ પહેલા પણ 11 જેટલા સ્નેચિંગ અને પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા રીઢા અપરાધી છે. પોલીસે તેમની પાસેથી 1,64,500નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે કુલ 6 જેટલી ચોરીઓનો ભેદ પણ ઉકેલ્યો છે.

સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

15મેના વાપીમાં એક મહિલાના ગળામાંથી પણ સોનાની ચેઇન ખેંચી હોવાની ફરિયાદ નોંધાઇ હતી

વાપીમાં દોઢેક મહિનાથી રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બાઇક પર ફરાર થઈ જતી સ્નેચિંગ ગેંગ સક્રિય થઈ હતી. જેમાં 15મેના વાપીમાં એક મહિલાના ગળામાંથી પણ સોનાની ચેઇન ખેંચી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે જિલ્લા પોલીસે અપરાધીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે આધારે SOGની ટીમને બાતમી મળી હતી કે, વાપી નજીક ડુંગરા વિસ્તારના હરિયા પાર્કમાં તિરુપતિ જવેલર્સ નામની દુકાન ધરાવતા ચંદ્રભાણ સિંહ ચૂંડાવત નામના સોની વેપારી પાસે 2 શખ્સ જય અને પકીયો ચોરીનો માલ વેચવા આવ્યા છે.

સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

SOGની ટીમે રેઇડ કરી તાત્કાલિક ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી

SOGની ટીમે રેઇડ કરી તાત્કાલિક ત્રણેય શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી 54,000ની એક સોનાની ચેઇન, 5,000 રોકડ રૂપિયા, 10,500ના 3 મોબાઈલ, 1લાખની બાઇક મળી કુલ 1,64,500 રૂપિયાના મુદ્દામાલ સાથે કુલ 6 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હોવાનું DYSP વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

આરોપીઓ અગાઉ 11 ગુનામાં પકડાઈ ચૂક્યા છે

DYSP વીરભદ્રસિંહ જાડેજાએ વધુમાં વિગતો આપી હતી કે, પકડાયેલા શખ્સ રીઢા ગુનેગાર છે. આ પહેલા પણ વાપી અને સેલવાસમાં અલગ-અલગ સ્થળોએ ચેઇન સ્નેચિંગ કરવી, દારૂની હેરાફેરી કરવી સહિતના 11 ગુનામાં પકડાઈ ચૂક્યા છે. પકડાયેલા જયસિંહ ઉર્ફે જય અને પંકજ ઉર્ફે પકિયો બન્ને બાઇક પર નીકળતા હતાં.

સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

ચેઇન સ્નેચિંગ બાદ પોલીસના પોઇન્ટ ના હોય તેવા વિસ્તારમાંથી નાસી જતા હતા

બાઇકની નંબર પ્લેટ CCTVમાં કેદ ના થાય એ માટે એક શખ્સ પાછળ ઉલટો ફરીને નંબર પ્લેટ આડે પગને આંટી મારીને બેસતો હતો અને રાહદારીઓની ચેઇન સ્નેચિંગ કર્યા બાદ જે વિસ્તારમાં પોલીસના પોઇન્ટ ના હોય તેવા વિસ્તારમાંથી નાસી જતા હતા.

સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોનાના વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો

સોની વેપારી ચોરેલા સોનાની 70ટકા રકમ ચૂકવતો હતો

જાડેજાએ સોનાની ચેઇન ખરીદનાર સોની વેપારી ચંદ્રભાણસિંહ ચૂંડાવત અંગે જણાવ્યું હતું કે, પકિયો અને જય જે ચેઇન ચોરી લાવતા તે ચેઇન તે ખરીદી કરતો હતો અને 70ટકા લેખે રકમ ચૂકવતો હતો. તેણે હાલ એક ગુનો કબૂલ્યો છે. અન્ય ગુના અંગે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગની ઘટના બનતા ખળભળાટ, શહેર પોલીસની સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

ત્રણેય શ્ખસોની ધરપકડ કરી વાપી ટાઉન પોલીસને સુપ્રત કર્યા છે

ઉલ્લેખનીય છે કે, વાપી વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિના દરમિયાન 6 જેટલા ચેઇન સ્નેચિંગના ગુના બન્યા છે. જે ગુનાની કબૂલાત આરોપીઓએ કરી છે. પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં વધુ તપાસ માટે ત્રણેય શ્ખસોની ધરપકડ કરી વાપી ટાઉન પોલીસને સુપ્રત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.