ETV Bharat / state

વલસાડ જિલ્લા કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરાયું, મહત્વના કેસોનું સમાધાન કરાયું

author img

By

Published : Dec 15, 2019, 7:05 PM IST

વલસાડ: જિલ્લાની કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ બે કેસોમાં જિલ્લા કોર્ટની મધ્યસ્થીથી બંને કેસોમાં સમાધાન કરવામાં આવ્યું હતું. અન્ય એક લગ્નના વિષયક કેસમાં સમાધાન કરાવવામાં આવ્યું હતું.

valsad-court
વલસાડ કોર્ટમાં લોક અદાલતનું કરાયું આયોજન, મહત્વના કેસોનું કરાયું સમાધાન

નેશનલ લિગલ સર્વિસ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોના કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેમાં 2014ના એક અકસ્માતમાં મોત પામનાર અરજદાર દ્વારા 45 લાખનો ક્લેમ મુક્યો હતો. જેને લઈને જિલ્લા કોર્ટ અને વીમા કંપનીના અધિકરીઓની મધ્યસ્થી સમાધાન કરાવવામાં આવતા અરજદારને 31 લાખની માતબર રકમ અપાવવામાં આવી હતી.

વલસાડ કોર્ટમાં લોક અદાલતનું કરાયું આયોજન, મહત્વના કેસોનું કરાયું સમાધાન

બીજી તરફ 2018ના એક અકસ્માતના કેસમાં રૂપિયા 20 લાખનો ક્લેમ અરજદાર તરફથી મુકવામાં આવ્યો હતો. જેમા કોર્ટ અને જિલ્લા જસ્ટિસના મધ્યસ્થી રૂપિયા 11 લાખમાં સમાધાન કરાવવામાં આવ્યા હતું. આ સાથે એક લગ્ન વિષયક કેસમાં પણ કોર્ટ દ્વારા મધ્યસ્થી કરી કન્યાદાનમાં મળેલ તમામ વસ્તુઓ પરત અપાવવામાં આવી અને સાથે સાથે પત્નીને 1.30 લાખ રૂપિયા સમાધાન પેટે અપવામાં આવ્યા હતા.

આ લોક અદાલતને સફળ બનાવવા માટે જિલ્લા કોર્ટના તમામ ન્યાયાધીશ અને તમામ સ્ટાફે મહેનત કરી હતી.

Intro:વલસાડ ખાતે લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ બે કેસો મા જિલ્લા કોર્ટ ની મધ્યસ્થી થી બંને કેસો માં સમાધાન કરાવવા માં આવ્યું હતું અન્ય એક લગ્ન વિષયક કેસ માં સમાધાન કરાવવા માં આવ્યું હતું Body:નેશનલ લીગલ સર્વિસ દ્વારા લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં લોકો ના કેસો નું નિરાકરણ કરવામાં આવ્યું હતું જેમાં 2014 ના એક અકસ્માત માં મૃત્યુ પામનાર અરજદાર દ્વારા 45 લાખ નો ક્લેમ મુક્યો હતો જેને લઈને જિલ્લા કોર્ટ અને વીમા કંપની માં અધિકરીઓ ની મધ્યસ્થી સમાધાન કરાવવામાં આવતા અરજદાર ને 31 લાખ ની માતબર રકમ અપાવવા માં તો બીજી તરફ 2018 ના એક અકસ્માત ના કેસ માં રૂપિયા 20 લાખ નો ક્લેમ અરજદાર તરફ થી મુકવામાં આવ્યો હતો જેમા કોર્ટ અને જિલ્લા ન્યાયાધીશ ના મધ્યસ્થી થી રૂપિયા 11 લાખ માં સમાધાન કરાવવા માં આવ્યા હતું આ સાથે એક લગ્ન વિષયક કેસ માં પણ કોર્ટ દ્વારા મધ્યસ્થી કરી કન્યાદાન માં મળેલ તમામ વસ્તુઓ પરત અપાવવા માં આવી અને સાથે સાથે પત્ની ને 1.30 લાખ રૂપિયા સમાધાન પેટે અપવામાંમાં આવ્યા હતાConclusion: આ લોક અદાલત ને સફળ બનાવવા માટે જિલ્લા કોર્ટ ના તમામ ન્યાયાધીશ અને તમામ સ્ટાફે મહેનત કરી હતી..


બાઈટ_1 એમ.બી.ઘાસુરા(સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.