ETV Bharat / state

વલસાડના જંગલોમાં વન વિભાગનો સપાટો, 2 લાખના લાકડાં કબજે કરતા પુષ્પરાજમાં ફફડાટ

author img

By

Published : Dec 16, 2022, 11:18 AM IST

વલસાડના જંગલોમાંથી દક્ષિણ વન વિભાગ રેન્જ કપરાડાએ (South Forest Division Range Kaprada) 2 લાખથી વધુના લાકડા કબજે કર્યા હતા. વન વિભાગની ટીમને (RFO Nana Pondha Valsad) મોટી વહીયાડ ગામમાં (Moti Vahiyad village) પેટ્રોલિંગ અને સર્ચ દરમિયાન આ સફળતા મળી હતી. આ તમામ લાકડાં જંગલમાં ઝાડી ઝાંખરા વચ્ચે સંતાડવામાં આવ્યા હતા.

વલસાડના જંગલોમાં વન વિભાગનો સપાટો, 2 લાખના લાકડાં કબજે કરતા પુષ્પરાજમાં ફફડાટ
વલસાડના જંગલોમાં વન વિભાગનો સપાટો, 2 લાખના લાકડાં કબજે કરતા પુષ્પરાજમાં ફફડાટ

કોતરોમાં ઝાડીમાં સંતાડેલા લાકડા મળ્યા

વલસાડ સામાન્ય રીતે રાત્રિ દરમિયાન અનેક વાહનોમાં ખેર અને સાદી લાકડા અને સિસમની ચોરી થતી હોય છે. ત્યારે આ ચોરી અટકાવવા માટે હાલ વન વિભાગની ટીમ ખૂબ જ સક્રિય છે. તેવામાં હવે DFO દક્ષિણ વન વિભાગની સૂચના (South Forest Division Range Kaprada) અને માર્ગદર્શન હેઠળ સમયાંતરે વિવિધ શંકા જણાય તેવા સ્થળોએ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે.

ચોરોમાં ફફડાટ આ સાથે દક્ષિણ વન વિભાગ રેન્જ કપારાડાએ (South Forest Division Range Kaprada) મોટી વહિયાડ ગામમાં પેટ્રોલિંગ અને સર્ચ દરમિયાન 2 લાખથી વધુના લાકડાં કબજે કર્યા હતા. આ સાથે જ લાકડાંની ચોરી (Illegal Timber seized by RFO Nana Pondha) કરનારા ચોરો પુષ્પરાજોમાં ફફડાટ ફેલાયો છે.

કોતરોમાં ઝાડીમાં સંતાડેલા લાકડા મળ્યા નાનાપોંઢા વન વિભાગના (Illegal Timber seized by RFO Nana Pondha) RFO અભિજિતસિંહ રાઠોડ અને તેમની ટીમે મોટી વહિયાળ ગામમાં (Moti Vahiyad village) પહોંચી હતી. અહીં આવેલા ફળિયામાં હનકી અને કોતરોના જંગલ ઝાડી વિસ્તારમાં કોમ્બિંગ અને તપાસ કરી હતી. તે દરમિયાન લાકડા ચોરોએ (Illegal Timber seized by RFO Nana Pondha) સંતાડી રાખેલા અંદાજિત 2,90,000 રૂપિયાના કિંમતના સાદી ચોરસાનો મોટો જથ્થો હાથે લાગ્યો હતો.

4.648 ઘન મીટર જેટલા લાકડા મળ્યા આ તમામ જથ્થો અંદાજિત માપણી કરતા 4.648 ઘન મીટર જેની અંદાજિત કિંમત 2,90,000 રૂપિયા થાય છે. આ તમામ જથ્થો જંગલ વિભાગની ટીમને કબજે લીધો છે અને સીઝ કર્યો હતો.

મહારાષ્ટ્ર વિસ્તારમાંથી લાકડા ગુજરાતમાં ઘૂસાડવા ગેંગ સક્રિય મહત્વનું છે કે, મહારાષ્ટ્ર વિસ્તારમાંથી આવતા સાગી ચોરસા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં (Illegal Timber seized by RFO Nana Pondha) ઘુસાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જોકે, જંગલ ખાતાની નજરથી બચવા માટે કેટલાક ચોરો દ્વારા નદી કિનારા વિસ્તારના ઝાડી જાખરામાં આવા સાગી ચોરસાનો માલ સામાન છૂપાવી રાખવામાં આવે છે. ત્યારે હવે જંગલ ખાતા દ્વારા તેની સામે પણ શોધી કાઢી જપ્ત કરવાની કામગીરી કરતા લાકડા ચોરોમાં (Illegal Timber seized by RFO Nana Pondha) ફફડાટ ફેલાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.