ETV Bharat / state

Gujarat Rain News: ચોમાસુ શરૂ થતાં જ ધરમપુર - કપરાડાના ખેડૂતોમાં ડાંગરનું બિયારણ લેવા માટે પડાપડી

author img

By

Published : Jun 11, 2021, 6:49 PM IST

વલસાડમાં વરસાદની શરુઆત સામાન્ય સંજોગોમાં તારીખ 15 જૂન બાદ પ્રારંભ થાય છે, પરંતુ આ વર્ષે વરસાદે 6 દિવસ પૂર્વે દસ્તક દીધી છે. વલસાડ જિલ્લાના 6 તાલુકામાં વરસાદ શરૂ થતાં ડાંગરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો ડાંગરનું બિયારણ લેવા માટે રીતસર એગ્રોની દુકાનો ઉપર ખરીદી માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે. 90 દિવસમાં તૈયાર થઈ જતા હાઈબ્રીડ ડાંગરના બિયારણની માંગ વધી છે

ચોમાસુ શરૂ થતાં જ ધરમપુર - કપરાડાના ખેડૂતોમાં ડાંગરનું બિયારણ લેવા માટે પડાપડી
ચોમાસુ શરૂ થતાં જ ધરમપુર - કપરાડાના ખેડૂતોમાં ડાંગરનું બિયારણ લેવા માટે પડાપડી

  • જિલ્લામાં ચોમાસાનો આરંભ થતા ખેડૂતોમાં આનંદ
  • વ્યાપક વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો બિયારણ ખરીદી માટે પડાપડી
  • યુરિયા ખાતરની વર્તાઈ રહી છે અછત


વલસાડ: જિલ્લામાં છેલ્લા 3 દિવસ થી અનેક તાલુકામાં વરસી રહેલ વ્યાપક વરસાદને પગલે ખેડૂતો આનંદમાં આવી ગયા છે. વાવણી લાયક વરસાદ થતાં ખેતરમાં ડાંગર વાવવા માટે અનેક એગ્રો સેન્ટર્સ પર ખેડૂતોની ભીડ જામી રહી છે. નાનાપોઢા માર્કેટમાં આવેલ અનેક બિયારણની દુકાનો ઉપર ડાંગરનું બિયારણ લેવા ખેડૂતો રીતસર પડાપડી કરતા જોવા મળ્યા હતા. ખેડૂતોની ભીડ દુકાન બહાર જામી હતી. હાઈબીડ બિયારણને ખરીદી કરવા ખેડૂતો વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે.

90 દિવસમાં ખેતરમાં તૈયાર થઈ જતા ડાંગરની ખરીદી કરી રહ્યાં છે ખેડૂતો
ધરમપુર અને કાપરડા વિસ્તારના વસવાટ કરતા મોટા ભાગના ખેડૂતો આખા વર્ષનું અનાજ એટલે કે ડાંગરની ખેતી કરીને પકવે છે. તેઓ માત્ર આસમાની ખેતી કરતા હોય છે એટલે કે માત્ર વરસાદના પાણી ઉપર જ ડાંગરની ખેતી કરે છે ત્યારે ત્રણ દિવસથી વ્યાપક વરસાદ થતાં ખેડૂતોની ભીડ જામી છે. બિયારણ કેન્દ્ર પર એમાં પણ હાઈબ્રીડ ડાંગરનું બિયારણ ખરીદી કરવા માટે ખેડૂતો વધુ પસંદ કરી રહ્યાં છે. જેનો ભાવ અંદજીત રૂપિયા 300થી 450 સુધી કિલોનો છે સાથે જ રસાયણિક ખાતર પણ ખરીદી માટે ખેડૂતો દોડ છે

વલસાડ જિલ્લામાં 71,124 હેકટરમાં ડાંગરનો પાક ફેલાયેલો છે
વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં ધરમપુર કપરાડા વલસાડ પારડી ઉમરગામ અને વાપી વિસ્તારમાં અનેક ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ડાંગરના પાક ઉપર પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે. પોતાના ઘરમાં પણ ભોજન તરીકે ડાંગરનો મહત્વનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ વર્ષે શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતોએ ડાંગરની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લામાં 6 તાલુકાઓમાં 71,124 હેકટરમાં ડાંગરનો અંદાજિત ભાગ ખેડૂતો કરતા આવ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 1,02,383 ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ખેડૂતો મહત્તમ ડાંગરના પાકનું વાવેતર કરશે તેવી આશા હાલ બાગાયત વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે

ડાંગરની ખેતી માટે રાસાયણિક ખાતરનો વધુ પ્રમાણમાં ખેડૂતો દ્વારા ઉપયોગ
માત્ર આસમાની ખેતી ઉપર ડાંગરના પાકની ખેતી કરતા ખેડૂતો દ્વારા ડાંગરની માવજત માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને જે માટે અત્યારથી જ યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે મહત્વનું છે કે યુરિયા ખાતર હાલમાં અછત વર્તાઈ રહી હોવાનું ગ્રામિણ કક્ષાએથી સાંભળવા મળી રહ્યું છે. જેને પગલે ખેડૂતો દરેક રાસાયણિક ખાતરોની દુકાનો ઉપર યુરિયા ખાતર શોધવા પોતાના ચપ્પલ ઘસી રહ્યાં છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.