ETV Bharat / state

વડોદરા RTO કચેરીને ખાસ તકેદારીના પગલાં સાથે કાર્યરત કરાઇ

author img

By

Published : Oct 24, 2020, 2:00 PM IST

વડોદરા આરટીઓ કચેરી ખાસ તકેદારીના પગલાં સાથે કાર્યરત છે. કોરોના મહામારીના પગલે લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ અને નંબર પ્લેટ સહિતની કામગીરી માટે આવતા અરજદારો અને કચેરીના કર્મચારીઓને થર્મલ સ્ક્રીનીંગથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

Vadodara
વડોદરા

  • વડોદરા RTO કચેરી તકેદારીના પગલાં સાથે કાર્યરત
  • સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની તકેદારી
  • અરજદારો ઓનલાઈન અરજી કરી સેવાનો લાભ લઇ શકશે

વડોદરાઃ વડોદરા આરટીઓ કચેરી ખાસ તકેદારીના પગલાં સાથે કાર્યરત છે. કોરોના મહામારીના પગલે લાયસન્સ, ડ્રાઇવિંગ ટેસ્ટ અને નંબર પ્લેટ સહિતની કામગીરી માટે આવતા અરજદારો અને કચેરીના કર્મચારીઓને થર્મલ સ્ક્રીનીંગથી જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

આરટીઓ કચેરી ખાતે સોશિયલ ડિસ્ટનસનું પાલન

આરટીઓ ઇન્સ્પેક્ટર એ.એમ.પટેલે જણાવ્યું હતું કે, અરજદારોએ ઓનલાઈન અરજી કરી એપોઇનમેન્ટ લઇ આરટીઓ ઓફિસની તમામ સેવાઓનો લાભ લેવાનો રહેશે. એપોઇન્ટમેન્ટમાં નક્કી કરેલા સમયના અડધો કલાક પહેલાં જ કચેરીની વિઝીટ લેવાનું રહેશે. જેથી અરજદારોનો જમાવડો ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. ફેસલેસ સેવાઓ માટે અરજદારે આરટીઓ ઓફિસ આવવાનું રહેશે નહીં. તકેદારીને ધ્યાનમાં રાખી આરટીઓ ખાતે આવેલા દરેક વ્યક્તિને થર્મલ ગનથી ચેક કરવામાં આવે છે. સેનિટાઈઝરનો ફરજીયાત ઉપયોગ કરવામાં આવે છે. હાલ લઘુતમ સંખ્યા સાથે અરજદારોની એપોઈમેન્ટ લઇ કામ કરવામાં આવી રહ્યું છે. જેથી આરટીઓ કચેરી ખાતે અરજદારોનો ઘસારો ન થાય આવનારા દિવસોમાં ઓનલાઈન એપોઇટમેન્ટ કરનાર અરજદારોની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને આરટીઓ કચેરીની તમામ સેવાઓ સરળતાથી મેળવી શકે તેની તકેદારી રાખવામા આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.