ETV Bharat / state

Vadodara News : એમએસ યુનિવર્સિટીમાં નજીવી ફીમાં સારી કારકિર્દી બને એવા કોર્સ, કમાણીની સારી તક પણ મળે

author img

By

Published : Aug 9, 2023, 5:28 PM IST

એમએસ યુનિવર્સિટી ટેકનોલોજી ફેકલ્ટીમાં નજીવી ફીમાં સારી કારકિર્દી બને એવા કોર્સ ચાલે છે. જોકે વાલી વિદ્યાર્થીઓમાં જાગૃતિનો અભાવ હોય તેમ એડમિશન થઈ રહ્યાં નથી. માત્ર 10 હજારની ફીમાં લાખો રૂપિયાનું પેકેજ રળી આપે તેવા આ કોર્સીસ છે.

Vadodara News : એમએસ યુનિવર્સિટીમાં નજીવી ફીમાં સારી કારકિર્દી બને એવા કોર્સ, કમાણીની સારી તક પણ મળે
Vadodara News : એમએસ યુનિવર્સિટીમાં નજીવી ફીમાં સારી કારકિર્દી બને એવા કોર્સ, કમાણીની સારી તક પણ મળે

નજીવી ફીમાં સારી કારકિર્દી બને એવા કોર્સ

વડોદરા : એમ એસ યુનિવર્સિટીની ટેકનોલોજીમાં ડીગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં વિવિધ કોર્સ ચાલી રહ્યા છે. આ કોર્સ ખાસ કરીને વિદ્યાર્થીઓના ભાવિ માટે ખૂબ જ અસરકારક અને પરિવારને નોકરીમાં ખૂબ મદદ મળી શકે તેવા છે. અહીં ચાલી રહેલા કોર્સમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓ જાગૃત થાય, દેખા દેખી ન કરતા બ્રાન્ચ કરતા કોલેજ મહત્વની સમજી એડમિશન લેવું જોઈએ. હાલમાં ખાનગી યુનિવર્સિટી કે કોલેજમાં લાખો રૂપિયામાં ચાલતા કોર્સ આ યુનિવર્સિટીમાં માત્ર 10 હજારની નજીવી ફીમાં ચાલી રહ્યા છે. છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ નથી.

ટેકનોલોજીમાં ચાલતા કોર્સ : એમ એસ યુનિવર્સિટીની ટેકનોલોજીમાં કેમિકલ એન્જિનિયરિંગ,સિવિલ એન્જિનિયરિંગ,કોમ્પ્યુટર સાયન્સ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ,ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેટલર્જીકલ એન્ડ મટીરીયલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ એન્જિનિયરિંગ,વોટર મેનેજમેન્ટ જેવા કોર્સિસ ચાલી રહ્યા છે. જેમાં 90 ટકા સુધી પ્લેસમેન્ટ થાય છે

જાગૃતતાનો અભાવ આ કોર્સીસમાં હાલમાં બીજા રાઉન્ડના અંતે કેટલીક જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે તે બાબતે પ્રાધ્યાપકોનું કહેવું છે કે આ ડીટુડી હેઠળ સંપૂર્ણ ભરાઈ જશે. અહીંયા ચાલતા ટેક્સટાઇલ પ્રોસેસિંગ કોર્સ અન્ય કોઈ યુનિવર્સિટી કે કોલેજમાં ચાલતો નથી તેની ડિમાન્ડ હાલના સમયમાં ખૂબ છે પરંતુ વિદ્યાર્થી અને વાલીઓમાં જાગૃતતાનો અભાવ છે.

અત્યારે જે એડમિશનનો બીજો રાઉન્ડ થયો. તેમાં ત્રણ ચાર ડિપાર્ટમેન્ટમાં બ્રાન્ચમાં હમણાં સીટો ઓછી ભરાય છે. પરંતુ આનું એનાલિસિસ કરીએ તો આ બ્રાન્ચના પ્લેસમેન્ટ ખૂબ જ સારું છે. હંમેશા 90 ટકાથી ઉપર પ્લેસમેન્ટ થાય છે. આ વિભાગમાં તો ગયા વર્ષે જ રિલાયન્સમાં 7.30 લાખનું પેકેજ મળ્યું હતું અને આઈટી કંપની અને બીજી ટેક્સટાઇલ એન્જિનિયર બીજી અમારી મેટલર્જી અને અને વોટર રિસોર્સ મેનેજમેન્ટમાં પણ પ્લેસમેન્ટ થતા હોય છે. એમાં પણ અત્યારે અમારા એક પણ સ્ટુડન્ટ એવો રહ્યો નથી કે જેને જોબ નહીં મળી હોય. અને કેમકે બીજા લોકો ફોરેન ભણવા પણ જતા રહે છે...ડૉ.સત્યજીત ચૌધરી(હેડ, ટેક્સટાઇલ વિભાગ)

બ્રાન્ચ કરતા કોલેજ વધુ મહત્વની : ડૉ.સત્યજીત ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે જેમાં આઈ આઈ ટી એસમાં ભણવા માટે જતા હોય છે અમારા ત્યાં નિફ્ટનું પણ છે એનાઇડી પણ છે તે માસ્ટર ડીગ્રી કરવા માટે જતા હોય છે. મારી એક રિક્વેસ્ટ છે કે સ્ટુડન્ટ્સ જે સિલેક્શન કરે છે એ બ્રાંચ જોઈને કરવા કરતાં કોલેજને ધ્યાનમાં રાખીને નિર્ણય લે એટલા માટે કે જે કોલેજ જેટલી જૂની અને વધારે અનુકૂળ હોય છે જેનું ઇનફ્રાસ્ટ્રક્ચર સારું હોય છે ત્યાં સારી ગુણવત્તા ધરાવતા એન્જીનિયર્સ બનતા હોય છે. અમરાજ ડિપાર્ટમેન્ટમાં 60 ટકાથી વધારે પ્રાધ્યાપક પીએચડી થયેલ છે. તેઓની અન્ડરમાં પીએચડી સ્ટુડન્ટ પણ હોય છે. આ ડિપાર્ટમેન્ટમાં 18 જેટલા પીએચડી સ્ટુડન્ટસ રજીસ્ટર છે. ત્યાંના પ્રાધ્યાપકોની કંપેર નવી કોલેજ અને પ્રાધ્યાપક જોડે ન કરી શકો.

નજીવી ફીમાં ડીગ્રી સાથે પ્લેસમેન્ટ : તેમણે આ વિશે વધુમાં જણાવ્યું કે ફક્ત બ્રાંચ કરતાં કોલેજ કઈ સારી છે આ વિદ્યાર્થી અને વાલીઓએ વિચારવાનું છે. અને બીજું એક વિશેષ કહું એમ એસ યુનિવર્સિટીમાં ફી ખૂબ ઓછી હોય છે. માત્ર 10 હજાર ફી હોય છે. અને ગરીબ વિદ્યાર્થીઓને તો ખાસ કરીને અમે મદદરૂપ થઈએ છીએ કે એને સ્કોલરશીપ સ્વરૂપે ફિસ પણ પછી આપી દઈએ છીએ. એટલે હંમેશા વિદ્યાર્થીઓને એમ.એસ. યુનિવર્સિટી ફ્રી શિક્ષણ આપતું હોય છે. અમે પણ આજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી આજે અમારા જેવો જ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું કામ કરી રહ્યા છીએ.

દેશવિદેશમાં કામ કરવાનું ફ્રીડમ : મેટલર્જિકલ એન્ડ મટીરીયલ એન્જીના હેડ ડૉ.બી જે ચૌહાણે જણાવ્યું હતું કે, અમારો કોર્સ જે છે તેની અંદર તમારે બધી જાતનું ભણતર આવરી લેવામાં આવે છે. જેવી રીતે કે મેટલ્સ, એલોઈ, સીરામીક, પોલીમરિક મટીરીયલ,કમ્પોઝિટ મટિરિયલ, ઇલેક્ટ્રોનિક્સ મટીરીયલ આપણે કહી શકીએ કે બધી જ જાતના મટીરીયલ છે જે અસ્તિત્વ ધરાવે છે એ બધા મટીરીયલને આવરી લેવામાં આવે છે. એટલે છોકરાઓનો જે સ્કોપ છે, આ ભણ્યા પછી ખૂબ જ વિસ્તાર પામે છે અને આખા દુનિયાની અંદર અલગ અલગ બધી જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકે છે. પછી તે મેડિકલ હોય તેમાં આર્ટિફિશિયલ, આર્ટિફિશિયલ જે અંગો બનાવવામાં આવે છે એમાં પણ થઈ શકે છે, સીરામીકમાં જઈ શકે છે ઘણી બધી જગ્યાએ જઈ શકે છે, પછી એરોસ્પેસમાં જઈ શકે છે.

આવા વિદ્યાર્થીઓ ભણતર પછી કોમ્પ્યુટરના સ્પેરપાર્ટ બનાવવાના હોય, ચીફ બનાવવાના હોય એની અંદર પણ જઈ શકે છે, જે એમએસમાંથી ત્યાંથી ઘણા છોકરાઓ ગયા છે. બીજું એક તો ન્યુક્લિયર એન્જિનિયરિંગની અંદર અલગ અલગ જાતની મેટલ અને મટીરીયલ્સ બનાવવામાં પણ અમારા વિદ્યાર્થીઓનો ઘણો ફાળો રહ્યો છે. ઘણા બધા મારા વિદ્યાર્થીઓ દુનિયાની અંદર ઘણી સારી જગ્યાએ પહોંચેલા છે. અને દુનિયાની પણ એ લોકો સેવા કરી છે અને દેશની પણ સેવા કરી છે. અમારા વિદ્યાર્થીઓ ડિફેન્સની અંદર ખૂબ કામ કરી રહ્યા છે અને અમારા ઘણા વિદ્યાર્થીઓ ગવર્મેન્ટની અંદર પણ જોબ મેળવે છે. અને મારા ઘણા વિદ્યાર્થીઓમાંથી બે કે ત્રણ વિદ્યાર્થીઓ એક બેચમાંથી કોમ્પ્યુટરના ફિલ્ડની અંદર પણ કેરિયર બનાવે છે જેમાં ઈન્ફોસીસ છે અને ટીસીએસ છે. એ જ વિદ્યાર્થીઓને એમાં પણ સિલેક્ટ કરવામાં આવે છે. ડૉ. બી. જે. ચૌહાણ(મેટલર્જિકલ એન્ડ મટીરીયલ એન્જીના હેડ )

સફળ ભવિષ્ય માટે માર્ગદર્શન જરૂરી : આ તમામ માહિતી પૂરી પાડવા સાથે તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે વિદ્યાર્થીઓ આ કોર્ષ લેશે એના માટે ભવિષ્ય ખૂબ ઉજજ્વળ રહેશે. કોર્સ લેતા પહેલાં એમને એક નમ્ર વિનંતી છે કે કોલેજમાં જઈને ડિપાર્ટમેન્ટમાં જઈને એની પૂર્ણ માહિતી મેળવે. સ્ટાફ લોકો એમને માહિતી આપવા માટે તૈયાર છીએ અને એ લોકો એમનું સફળ ભવિષ્ય બનાવી શકે એટલે એક જ બ્રાન્ચ ઉપર ધ્યાન ન આપે પણ પોતાના ચોઈસ પ્રમાણે દરેક વસ્તુની જાગૃતિ લઈને કાર્ય કરે તો ઘણું સારું રહેશે.

  1. Vadodara News : વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી રાજ્યની શ્રેષ્ઠ કોલેજમાં પ્રથમ સ્થાન
  2. NIRF Ranking 2022 : નેશનલ ઈન્સ્ટિટયુશન રેન્કિંગમાં MS યુનિવર્સિટીનો કંગાળ દેખાવ
  3. Vadodara News: MSU ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અંતિમ વર્ષના વિધાર્થીઓનું આર્ટ પ્રદર્શન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.