ETV Bharat / state

Vadodara News : વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી રાજ્યની શ્રેષ્ઠ કોલેજમાં પ્રથમ સ્થાન

author img

By

Published : Jul 5, 2023, 4:48 PM IST

વડોદરાની MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કને દેશમાં પાંચમું અને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ક્રમાંક દેશમાં વિવિધ પેરામીટર્સ આધારે રેન્કિંગ આપવામાં આવતા હોય છે. ત્યારે વડોદરાની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં કઈ ખાસ બાબત છે જૂઓ.

Vadodara News : વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી રાજ્યની શ્રેષ્ઠ કોલેજમાં પ્રથમ સ્થાન
Vadodara News : વડોદરાની MS યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટી રાજ્યની શ્રેષ્ઠ કોલેજમાં પ્રથમ સ્થાન

સોશિયલ વર્ક ફેકલ્ટીને દેશની શ્રેષ્ઠ કોલેજમાં પાંચમું અને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

વડોદરા : શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કને દેશની શ્રેષ્ઠ કોલેજમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યુનિવર્સીટીમાં સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એક ખાનગી મેગેઝીન અને ICARE દ્વારા કરાયેલા સર્વે આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ દેશની ટોપ કોલેજોમાં પાંચમો અને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજ્ય માટે ગૌરવની વાત : ગત વર્ષે કરાયેલ સર્વેમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કનો સરકારી સંસ્થામાં ચોથો ક્રમ હતો. જે આ વર્ષે આગળ વધીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. જે વડોદરા અને રાજ્ય માટે ગૌરવ સમાન છે. સોશિયલ વર્ક ફેકલ્ટી દ્વારા દર વર્ષે નવું નવું કંઈક ઉમેરી યોગ્યતા આધારે યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી રહી છે. જે એક એમએસ યુનિવર્સિટી માટે ખૂબ મોટી બાબત છે. આ ફેકલ્ટીમાં પૂરતા પ્રમાણમાં વિધાર્થીઓને પ્લેસમેન્ટ પણ મળી રહે છે. સાથે ઉચ્ચ પ્લેસમેન્ટ સાથે સારા પેકેજ પણ ઓફર થતા હોય છે. જેથી આ યુનિવર્સીટી માટે સોશિયલ વર્ક ફેકલ્ટી આશીર્વાદ રૂપ છે. જેમાં ડિનથી લઈ સ્ટાફ ,પ્રોફેસર અને વિદ્યાર્થીઓનું અમૂલ્ય યોગદાન હોય છે.

ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડાને હાલમાં દેશની પ્રતિષ્ઠિત મેગેઝીન અને ICARE દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં 2023નું બેસ્ટ કોલેજ ઓફ સોશિયલ વર્કમાં દેશમાં પાંચમો ક્રમ આપવામાં આવ્યો છે, જે અમારા માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે. - પ્રો.ભાવના મહેતા (ડિન સોશિયલ વર્ક ફેકલ્ટી MSU)

સરકારી યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમ : આ પાંચમા ક્રમાંકમાં ત્રણ યુનિવર્સિટી પબ્લિક યુનિવર્સિટી છે, જ્યારે બે ખાનગી યુનિવર્સિટી છે. એટલે આપણે જોવા જઈએ તો સરકાર દ્વારા ચાલતી યુનિવર્સીટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કનો આખા દેશમાં ત્રીજો ક્રમાંક આપવામાં આવ્યો છે, જે અમારા માટે ખુબ જ ગર્વની વાત છે. અને આ ક્રમાંક આપવા માટે અલગ અલગ પેરામીટર્સમાં દરેક ફેકલ્ટીને જજ કરવામાં આવે છે.

વિવિધ પેરામીટર્સ આધારે રેન્કિંગ : આ મળેલા રેન્કિંગમાં સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એકેડેમિક એક્સિલન્સ, સ્ટુડન્ટ અને ફેકલ્ટી મેમ્બર દ્વારા કરવામાં આવતા રિસર્ચ, કેમ્પસ પ્લેસમેન્ટ, પ્રોગ્રેશન, ડાયવર્સિટી ઇન્કલ્યુજન, ગવર્નન્સ અને ઇનફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ જેવા બધા જ પેરામીટર્સને લઇને દેશમાં પાંચમું અને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

  1. Vadodara News : વડોદરામાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશને લઈ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધનો સૂર બુલંદ
  2. Surat News : હર્ષ સંઘવીને પણ સિગરેટની લત લાગેલી, ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં કરી દિલ ખોલીને વાત
  3. Surat News : ટેન્ડર વગર ઓનલાઈન પેપર ચેકીંગ કરવાનું કામ મહારાષ્ટ્રની કંપનીને સોંપી દેવાનું કૌભાંડ, વીસીનો બચાવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.