ETV Bharat / state

Vadodara News : કાળમુખી કારે 15 જાનૈયાઓને કારે અડફેટે લીધાં, લગ્નપ્રસંગની ખુશીના સ્થાને મરણનો માતમ

author img

By

Published : May 15, 2023, 9:26 PM IST

વડોદરાના વાઘોડિયામાં લગ્નપ્રસંગની ખુશીના સ્થાને મરણનો માતમ એક અકસ્માતે સર્જી દીધો હતો. વાઘેડિયામાં પ્રણામી ફળિયામાં પૂર્વ સરપંચના ઘેર લગ્નપ્રસંગ દરમિયાન વરઘોડો નીકળ્યો હતો ત્યારે કારચાલકે એક્સિલેટર દબાવી દેતાં 15 જાનૈયાને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં વરરાજાની માસીનું મોત નીપજ્યું હતું.

Vadodara News : કાળમુખી કારે 15 જાનૈયાઓને કારે અડફેટે લીધાં, લગ્નપ્રસંગની ખુશીના સ્થાને મરણનો માતમ
Vadodara News : કાળમુખી કારે 15 જાનૈયાઓને કારે અડફેટે લીધાં, લગ્નપ્રસંગની ખુશીના સ્થાને મરણનો માતમ

વરરાજાની કારે જ લીધાં અડફેટે

વડોદરા : વાઘોડિયામાં પૂર્વ સરપંચ લક્ષ્મીબેન વણકરને ત્યાં લગ્નપ્રસંગ હતો.પરંતુ આ લગ્નની ખુશી એકાએક માતમમાં ફેરવાઈ ગઈ હતી.વડોદરાના વાઘોડિયાના પ્રણામી ફળિયામાં લગ્નપ્રસંગને લઇ વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં વરરાજાને લઈને જઇ રહેલ કારના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારતાં આ કરુણ ઘટના બની હતી.

એક્સિલેટર દબાવાઇ ગયું? વરરાજાને લઇ જઇ રહેલી કારના ડ્રાઇવરથી ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દેતા 15 ઉપરાંત લોકોને અડફેટે લીધા હતાં. જેના કારણે લગ્નપ્રસંગની ખુશીનો માહોલ ચીસાચીસથી ભરાઇ ગયો હતો. આમ ખુશીનો માહોલ એકાએક શોકમાં પલટાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ આ અકસ્માતમાં વરરાજાના માસી કચડાઇ જતાં તેમનું મોત નિપજયું હતું. આ સમગ્ર ઘટનાની વાયુવેગે પ્રસરી ગઈ હતી અને પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

  1. Ahmedabad News : અમદાવાદમાં અકસ્માતને કારણે 50 ટકાથી વધુ કિસ્સામાં લોકોના મોત, વાહન ચાલકની બેદરકારી કે ટ્રાફિક?
  2. Surat Accident: સુરતના બારડોલી પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 નાં મોત
  3. Mehsana Accident: રસ્તો ક્રોસ કરતા રાહદારીને ઇકો કારના ડ્રાઈવરે અડફેટે લીધા, 2નાં મોત

ઘટના CCTV ફુટેજમાં કેદ : અકસ્માતની ઘટના CCTVમાં કેદ વાઘોડિયાના પ્રણામી ફળિયામાં લગ્ન હતાં. ત્યાંથી વરઘોડામાં વરરાજાને લઈને કારચાલક નીકળ્યો હતો. પરંતુ એકાએક કોઈ કાળ આવી પહોંચ્યો હોય તેમ કાર મિરાંસ એવન્યુ પાસેના લોખંડના વીજ પોલ સાથે ટકરાઈને અટકી ગઈ હતી. આ સમગ્ર ઘટના CCTV ફુટેજમાં કેદ થઈ હતી. આ ઘટનામાં 15 ઉપરાંત જાનૈયાઓને ઈજા પહોંચી હતી જેમાં જાનૈયાઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તેઓને પ્રાથમિક સારવાર આપી રવાના કરાયા હતા અને વધુ ઇજાગ્રસ્તોને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે 108 અને ખાનગી વાહન મારફતે સારવાર માટે ખસેડાયા હતાં.

અમારા કુટુંબમાં લગ્ન હતું તેમાં ધનીયાવીથી જાન આવી હતી. તેમાં વરરાજાની ગાડી ચલાવતા ડ્રાઇવરથી બ્રેકને બદલે એક્સિલેટર લેટર દબાઈ જતાં ગાડી યમદૂત બની ગઈ હતી. જાનમાં શામેલ કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું અને અંદાજિત 15 જેટલાં લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેઓને જરોદ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવેલાં છે...વિજયભાઈ વણકર (પરિવારજન)

વરરાજાના માસીનું મોત : વરરાજાની 50 વર્ષીય માસીનું ઘટનાસ્થળે મોત આ અકસ્માતમાં વરરાજાની 50 વર્ષીય માસીના માથા પર કારનું ટાયર ફરી વળ્યું હતું. જેમાંતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ગંભીર ઈજાઓના કારણે વરરાજાના માસીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ડ્રાઇવર ફરાર : અકસ્માત બાદ ડ્રાઇવર વરરાજાને મુકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોકોના ટોળેટોળા એકત્ર થયા હતાં. ચીચીયારી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ મહિલાનું મોત થયું હતું અને અન્ય લોકો પોતાના સ્વજનોને અને બાળકો હેમખેમ છે કે નહીં તે શોઘી રહ્યા હતાં. આ જોતજોતામાં લગ્નપ્રસંગનો આનંદભર્યો માહોલને મરણના માતમમાં પલટાયો હતો.

પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી : મામલાને લઇને વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી હતી અને તાત્કાલિક હોસ્પિટલ દોડી ગઈ હતી. ઇજાગ્રસ્તોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. અકસ્માતની ઘટનાની સાક્ષી પૂરે તેવા સીસીટીવી મળ્યાં છે જેમાં અકસ્માત બાદની દોડાદોડી ઝીલાઇ છે. લગ્નનો પ્રસંગ હોવાથી કદાચ નશામાં ધૂત ડ્રાઈવરથી અકસ્માત સર્જાયો છે કે પછી ભુલથી એક્સિલેટર પેન્ડલ દબાઈ જવા઼થી અકસ્માત થયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વાઘોડિયા પોલીસે ડ્રાઈવરની શોઘખોળ શરુ કરી છે. સાથે જ મહિલાના મૃતદેહને પોસમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.