ETV Bharat / state

Vadodara Navlakhi gangrape case: વડોદરા દુષ્કર્મ કેસમાં આખરે પીડિતાને મળ્યો ન્યાય, આરોપીઓને આજીવન કેદ

author img

By

Published : Feb 9, 2022, 8:44 PM IST

વડોદરા શહેરના નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપમાં યુવતી (Vadodara Navlakhi gangrape case)સાથે ખરાબ કૃત્ય કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 28 નવેમ્બર 2019ના દિવસે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હતું. વડોદરા કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન આરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકીને પોસકોની કલમ 6/1 હેઠળ આરોપી દોષિત ઠેરાવ્યા હતા અને ત્યારબાદ કોર્ટ દ્વારા બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

Vadodara Navlakhi gangrape case: વડોદરા દુષ્કર્મ કેસમાં આખરે પીડિતાને મળ્યો ન્યાય, આરોપીઓને આજીવન કેદ
Vadodara Navlakhi gangrape case: વડોદરા દુષ્કર્મ કેસમાં આખરે પીડિતાને મળ્યો ન્યાય, આરોપીઓને આજીવન કેદ

વડોદરા: શહેરામાં ચકચારી કરનાર ગેંગરેપ કેસમાં આખેર પીડિતાને આજે ન્યાય મળ્યો. શહેરના નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપમાં (Vadodara Navlakhi gangrape case)યુવતી સાથે ખરાબ કૃત્ય કરનાર બંને આરોપીઓને કોર્ટે આજીવન કેદની( Accused sentenced to life imprisonment)સજા ફટકારી છે. વડોદરા કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન આરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકીને પોસકોની કલમ 6/1 હેઠળ આરોપી દોષિત ઠેરાવ્યા હતા અને ત્યારબાદ કોર્ટ દ્વારા(Fast Track Court Vadodara) બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જો કે, 6/1ની કલમમાં ફાંસીની સજાની જોગવાઈ છે. ત્યારે ખાસ સરકારી વકીલે બંને નરાધમોને ફાંસી આપવાની માંગ કરી છે.

વડોદરા દુષ્કર્મ કેસ

બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા

28 નવેમ્બર 2019ના દિવસે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયું હતું. વડોદરાના નવલખી મેદાનમાં (Navlakhi Maidan of Vadodara city)સગીરા તેના મંગેતર સાથે બેઠી હતી તે દરમિયાન બંને આરોપી કિશન માથાસુરિયા અને જશા સોલંકી ત્યાં આવી પહોંચ્યા હતા. આ બંને આરોપીઓએ સગીરાના મંગેતરને માર માર્યો અને ત્યારબાદ સગીરાને ઝાડી-ઝાંખરામાં ઢસડી જઈને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. જો કે લાંબો સમય વડોદરા પોલીસ આ કેસમા તપાસ કરી રહી હતી, પણ કંઈ હાથ લાગ્યુ ન હતુ. આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડીને વડોદરા પોલીસના હવાલે કર્યા હતા. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે બનાવને રેરેસ્ટ ઓફ ધી રેર ગણી આરોપીઓને ફાંસીની સજા આપવા લેખિતમાં રજુઆત કરી હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થતાં સ્પેશિયલ કોર્ટ આજે વર્ચ્યુઅલ ચુકાદો આપ્યો હતો. સ્પોશિયલ કોર્ટના ન્યાયધિશ આરટી પંચાલે બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને ત્યારબાદ કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચોઃ Harni Road Vadodara Rape Case: સગીરા સાથે બસમાં દુષ્કર્મ, પોલીસે એક સગીર આરોપીને ઝડપ્યો - અન્ય 2 ફરાર

બંને આરોપીઓ વડોદરા આવીને ફુગ્ગો વેચવાનું કામ કરતા

આ બંને નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યો હતો. પીડિતા તેના મંગેતરને મળવા માટે નવખલી પાસે આવી હતી. બંને આરોપીઓ વડોદરા આવીને ફુગ્ગો વેચવાનું કામ કરતા હતા. બંને એક વર્ષથી ઝૂંપડુ બાંધીને રહેતા હતા. પરંતુ તેમ છતાં બંને પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. ફુગ્ગા વેચતા કિશન પાસે ગેંગરેપ સમયે 2 મોબાઈલ હતાં. જે પૈકી સાદો મોબાઈલ પોલીસે કબજે કર્યો છે જ્યારે એક એન્ડ્રોરઇડ મોબાઇલ શોધવા પોલીસે તેના ફૂટપાથના રહેઠાણે તપાસ કરી હતી. એન્ડ્રોરઇડ મોબાઇલમાં તે પોર્ન ફિલ્મ જોતો હોવાનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચોઃ Rape Case in Vadodara: વડોદરામાં માતાના નિધન પછી તરત જ સગા પિતાએ પુત્રી સાથે કર્યું દુષ્કર્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.