ETV Bharat / state

Vadodara Crime: ગરીબોના હક પર તરાપ, વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાનમાંથી ઝડપાયો 1 લાખનો જથ્થો

author img

By

Published : Feb 14, 2023, 7:12 PM IST

વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદો ઊઠી હતી. ત્યારે વાઘોડિયા તાલુકાના કુમેઠા ગામમાં એક સંચાલક સામે ગેરરીતિ ઝડપાઈ હતી, જેથી સસ્તા અનાજનો 1.28 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

Vadodara Crime: ગરીબોના હક પર તરાપ, વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાનમાંથી ઝડપાયો 1 લાખનો જથ્થો
Vadodara Crime: ગરીબોના હક પર તરાપ, વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાનમાંથી ઝડપાયો 1 લાખનો જથ્થો

વડોદરાઃ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિઓને લઈને ગરીબી રેખા હેઠળના કાર્ડધારકોએ બૂમાબૂમ કરી હતી. તેને લઈને જિલ્લા કલેક્ટરે મામલતદાર અને પૂરવઠા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તે મુજબ આજે (મંગવારે) વાઘોડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન વાઘોડિયા તાલુકામાં કુમેઠા ગામમાં એક સંચાલક સામે ગેરરીતિ ઝડપાઈ હતી, જેથી સસ્તા અનાજનો 1.28 લાખની રકમનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Vadodara News: વડોદરામાં પુરવઠા વિભાગનો સપાટો, સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનને કરાઈ સીલ

ઘણા સમયથી ગરીબી રેખા હેઠળના કાર્ડધારકોએદ્વારા ઓછું અનાજ મળવાની પાડી હતી બૂમોઃ ગરીબી રેખા નીચે જીવતા કેટલાક કાર્ડધારકો પરિવારોને સરકાર દ્વારા સસ્તા અનાજની સગવડ આપવામાં આવે છે, પરંતુ વહીવટી તંત્રની ખામીના કારણે તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી. તેમ જ સંચાલકો દ્વારા અનાજનો જથ્થો સગેવગે થઈ જતો હોય તેવી બૂમ ગરીબી રેખાના કાર્ડધારકો દ્વારા જાણવા મળી હતી.

કુમેઠા ગામના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહીઃ વાઘોડિયા તાલુકાના સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા ગેરરીતિ કરવામાં આવી રહી છે. આને લઈ પુરવઠા અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરતા ઘઉં, ચોખા, દાળ, મીઠું જેવા સરકારી અનાજના જથ્થામાં વધઘટ જોવા મળી હતી, જેથી આ સંચાલકનો પરવાનો પણ રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આથી સમગ્ર વાઘોડિયા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં ફફડાટ ફેલાયો હતો.

જિલ્લામાં પણ અન્ય સ્થળો ઉપર તપાસની લોકમાગઃ જિલ્લાના બીજા અન્ય સ્થળો ઉપર પણ આવી ગરીબી રેખા હેઠળના કાર્ડધારકોની બૂમો ઉઠવા પામી છે. આને અનુલક્ષીને પૂરવઠા વિભાગે પણ જિલ્લાના બીજા અન્ય સ્થળોએ પણ ઝિણવટપૂર્વક પૂર્વક તપાસ આદરવામાં આવે તો બીજા એવા કેટલાય સંચાલકો બહાર આવી શકે તો કોઈ નવાઈ નહીં.

આ પણ વાંચોઃ Vadodara Power Theft : વીજ વાયરમાં લંગર નાખી વીજચોરી કરતા લોકો સામે આંખ લાલ

ગેરરીતિ કરનારા સંચાલકો સામે પગલા લેવાશેઃ આ અંગે વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્ર ગોહીલે જણાવ્યું હતું કે, તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ આ તપાસ કરવામાં આવશે. તેમ જ જે પણ સંચાલકો દ્વારા જે રીતે ગેરરીતિ આચરવામાં આવતી હશે તો તાત્કાલિક એવા સંચાલકો સામે અમો કાયદેસરના પગલા ભરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.