ETV Bharat / state

Vadodara Fake Note Case: નકલી નોટ ફેરવનારા આરોપીને દસ વર્ષનો કારાવાસ

author img

By

Published : Feb 3, 2023, 10:37 AM IST

નકલી ચલણી નોટ,બોગ્ગસ સરકારી દસ્તાવેજ (Vadodara Fake Note Case) તેમજ શાળાની માર્કશીટના કેસમાં સંડોવાયેલ આરોપીઓમાં મુખ્ય આરોપીને કોર્ટે દસ વર્ષની અને અન્ય ત્રણ આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી છે.

Vadodara Fake Note Case: નકલી કાગજના સોદાગરોને કોર્ટે ફટકારી સજા
Vadodara Fake Note Case: નકલી કાગજના સોદાગરોને કોર્ટે ફટકારી સજા

વડોદરા: વર્ષ 2016માં નોટબંધીને કારણે નાની ચલણી નોટની તંગી ઉભી થતાં શહેરના ડભોઇ રોડ કિશાનનગરમાં રહેતા મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાન પઠાણે 10,20,50 અને 100ની બનાવટી ચલણી નોટ છાપી બજારમાં ફરતી કરી હતી. આ સાથે તેણે બોગસ સરકારી દસ્તાવેજો અને શાળાની માર્કશીટ સહિત એલસી સહિતના બોગસ દસ્તાવેજો અને સિક્કાની કરામત પર પણ હાથ અજમાવ્યો હતો. આ મામલે એસઓજી દ્વારા મુખ્ય આરોપી શાહનવાઝ અને તેના મળતીયાઓને ઝડપી પડ્યા હતા. આ મામલે અદાલતે મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાનને 10 વર્ષની સજા ફટકારવા સાથે તેના ત્રણ સાગરીતોને પણ પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે.

આ પણ વાંચો Vadodara News: વડોદરા કોર્પોરેશન સફાળું જાગ્યું, કરી આવી કામગીરી

બાતમીના આધારે તપાસ: વર્ષ 2016માં નોટબંધીને લઇ બજારમાં નાની ચલણી નોટની તંગી સર્જાઇ હોવાથી તેનો લાભ ઉઠાવી ડભોઇ રોડ ખાતે આવેલ કિશાનનગરમાં રહેતા મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાનુ મોહંમદ ઇદરીશ પઠાણ અને તેની ટોળકીએ કલર પ્રિન્ટર ઉપર નકલી નોટ છાપી બજારમાં ફરતી કરી દીધી હતી. આ અંગેની બાતમીના આધારે એસઓજીના તત્કાલિન પીઆઇ એચ.એમ. વ્યાસને મળતા ટીમ સાથે તેમણે ડભોઇ રોડ વિસ્તારમાંથી શાહનવાઝ ઉર્ફે શાનુ સહિતની ટોળકીને ઝડપી પાડી હતી.આ આમલે કોર્ટમાં કેસ ચાલતો હતો જેનો આજે ફેંસલો થયો છે.

બોગસ દસ્તાવેજો: ઝડપાયેલ આરોપીઓની અંગ ઝડપી લેતા તેઓની પાસેથી રૂપિયા 16,480ની વિવિધ દરની બનાવટી નોટ મળી આવી હતી. આ ટોળકી બોગસ માર્કશીટ, એલસી, ડ્રાઇવીંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, પીસીસી અને આવકના દાખલાઓ પણ સ્કેનર ઉપર સ્કેન કરી ડેટા ઇરેઝ કરી જરૂરિયાત મુજબના નવા ડેટા એડીટીંગ કરી લોકોને આપતા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી હતી.

ફરિયાદ નોંધાઇ: એસઓજી દ્વારા વધુ તપાસ અર્થે તેઓના ઘરની તપાસ કરતા ઘરમાંથી પીસીસી, 13 ડ્રાઇવીંગ લાયસન્સ, 05 ચુંટણી કાર્ડ, 02 આધારકાર્ડ, 07 માર્કશીટ, 10 એલસી ,16 એલસી બુક સાથે જુદી જુદી સંસ્થાના 34 રબર સ્ટેમ્પ, અનેક શાળાની કોરી માર્કશીટ, કોમ્પ્યુટર, સ્કેનર, પ્રિન્ટર, લેમીનેશન સહિત રોકડ રૂપિયા 12,880 મળી કુલ કિંમત 72,665નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો. શાહનવાઝ ઉર્ફે શાનું તેમજ અકોટા મિરઝા કોલોનીમાં રહેતા રિયાઝઅલી મુસ્તાકઅલી સૈયદ, નવા બજાર પ્રમુખ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશ સુરેશ સંધાણે, ડભોઇ વાઘોડીયા રોડ ઉપર સુરેશપાર્ક સોસામાં રહેતા દિનકર ચંદુભાઇ શિંદે અને હાથીખાના અલકબીર એપાર્ટમેન્ટમાં રહેતા મોહંમદઇકબાલ ગુલામરસુલ આદમજીવાલાને ઝડપી પાડી પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Ramsar Site વડોદરાના વઢવાણા તળાવ સહિત રાજ્યમાં હવે કુલ 4 રામસર સાઈટ

પુરાવાના આધારે દોષિત: આ ટોળકી દ્વારા મોહંમદ ઇકબાલ આદમજીવાલા વીજ કંપનીમાં નોકરી કરતો હોવાથી અને 8મું ધોરણ પાસ ના હોવાથી તેને ઉચ્ચ પગાર ધોરણનો લાભ અપાવવા ધોરણ 8 પાસનું બોગસ પ્રમાણપત્ર અને એલસી આપવામાં આવ્યું હતું. પોલીસે પુરતા નિવેદનો અને પુરાવા એકઠા કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ પી.એચ. શર્માની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ ડી.એચ. પુરોહિતની ધારદાર દલીલો અને પુરાવાના આધારે અદાલતે 4 આરોપીને કસૂરવાર ઠેરવ્યા હતા.

સજાનું ફરમાન: આ કેસમાં મહાઠગ શાહનવાઝ ઉર્ફે શાનુને 10 વર્ષની સજા અને 5 હજારનો દંડ ની સજાનો હુકમ કરવામાં આવે છે. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષ અને છ મહિનાની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમજ રિયાઝઅલી સૈયદ, યોગેશ સંઘાણે અને દિનકર શિંદેને પાંચ-પાંચ વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમ જ ત્રણેય આરોપી દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષ અને ત્રણ મહિનાની સખત કેદની સજા ભોગવવાનો હુકમ પણ ફરમાવવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.