ETV Bharat / state

સરકારી કર્મચારી પ્રચાર કરતા વિદ્યાર્થીએ કરી અરજી, મામલો ગરમાયો

author img

By

Published : Nov 24, 2022, 1:17 PM IST

સરકારી કર્મચારી પ્રચાર કરતા વિદ્યાર્થીએ કરી અરજી, મામલો ગરમાયો
સરકારી કર્મચારી પ્રચાર કરતા વિદ્યાર્થીએ કરી અરજી, મામલો ગરમાયો

ગુજરાતી યુનિવર્સિટીના સરકારી કર્મચારી ચૂંટણી માટે પ્રચાર પ્રસાર (VNSGU staff in Vadodara) કરી રહ્યા છે. તેવા આક્ષેપને લઈને મામલો ગરમાયો છે. વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના સત્તાધિકારીઓને જાણ કરવા છતાં તેમના દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.(Vadodara election campaign)

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ (VNSGU staff in Vadodara) પાર્ટીઓ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે, ત્યારે નર્મદ સાઉથ ગુજરાતી યુનિવર્સિટીના સરકારી કર્મચારી પ્રકાશ ચંદ્ર જેઓ યુનિવર્સિટીના NSSના પદા અધિકારી હોવા છતાં તેઓ ચૂંટણી માટે સાઉથ ગુજરાતમાં વિવિધ સ્થળે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેવા આક્ષેપને લઈને મામલો ગરમાયો છે. તો વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણી કમિશન ઓફિસમાં તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. (Vadodara election campaign)

સરકારી કર્મચારી ચૂંટણીમાં પ્રચાર પ્રસાર કરી વિદ્યાર્થીઓની ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ

વિદ્યાર્થીઓની ફરીયાદ વિદ્યાર્થી શાંતિ ઘોરીએ જણાવ્યું હતું કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના (Prakash Chandra Complaint) કર્મચારી પ્રકાશ ચંદ્ર ચૂંટણી માટે સાઉથ ગુજરાતમાં વિવિધ સ્થળે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. આ પહેલા પણ અમે RTI મારફતે પ્રકાશ ચંદ્ર વિરુદ્ધ ઘણી અરજીઓ કરી હતી. જેમાં પ્રકાશ ચંદ્ર રાજકીય પાર્ટીનો કેસ પહેરીને પ્રચાર પ્રસાર કરતા હોય છે. તેમ છતાં યુનિવર્સિટીમાં તેમની હાજરી બોલાતી હોય છે. આ મામલે યુનિવર્સિટીના સત્તા અધિકારીઓને જાણ કરવા છતાં તેઓ કોઈ કાર્ય કરતા નથી. જો આ રીતે જ વિદ્યાર્થીનો પૈસાનો ઉપયોગ રાજ્ય પાર્ટીઓના પ્રચાર પ્રસારમાં કરવામાં આવશે તો બધા વિદ્યાર્થીઓ સાથે મળીને ઉગ્ર આંદોલન કરશે. (students Complaint VNSGU staff in Vadodara)

નોકરી પૂરી કર્યા બાદ કર્તવ્ય VNSGU કર્મચારી પ્રકાશ ચંદ્રે જણાવ્યું કે, મારી વિરુદ્ધ કેટલાક લોકોએ ફરિયાદ કરી છે, પરંતુ એ લોકોને જાણકારી માટે હું કહી દઉં છું કે, ફરિયાદ કરતા પહેલા તમે નિયમોની જાણકારી હોવી જરૂરી છે. હું મારા વ્યક્તિગત જીવનમાં કંઈ પણ કરી શકું છું. પણ હું મારી નોકરી પૂરી કર્યા પછી એ કામ કરી શકું છું. મારી પર જે આરોપ લગાવવામાં આવ્યો છે તે ફરજ દરમિયાન નહિ પણ ફરજ પૂરી કર્યા બાદ રાષ્ટ્રીય અને સામાજિક કાર્ય કરતો રહું છું. આજે નહીં પણ હું વર્ષોથી કરું છું. અને હું કરીશ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. અમે તો સંકલ્પ કર્યો છે, ભારત માતા માટે સંકલ્પ કર્યો છે. એટલે અમારા પોતાની જે નોકરી પૂરી કર્યા બાદ હું મારું આ કર્તવ્ય કરતો રહેવું છું. (VNSGU Employee Election Campaign)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.