પતિના સંઘર્ષને જોઈને પત્ની ટિફિન લઈને હરીફોને હંફાવવા ચૂંટણીના મેદાને ઉતરી

By

Published : Nov 24, 2022, 10:40 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

thumbnail

નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક (Vansda Assembly Candidate) કોંગ્રેસનો ગઢ રહી છે, ગત ટર્મમાં પૂર્વ ધારાસભ્ય અનંત પટેલે વિવિધ મુદ્દે સરકારની નાકમાં દમ કરી નાખ્યો હતો. તો બીજી તરફ ગત ટર્મમાં અનંત પટેલ પર બે વખત હુમલો પણ થયો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને પછાડવા ભાજપે પોતાની સેના સાથે જ બાહુબલીઓને પણ ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. અનંત પટેલે એકલે હાથે પોતાની સેના (Vansda assembly seat) સાથે વાંસદા જીતવા મથામણ કરી રહ્યા છે, ત્યારે પતિના સંઘર્ષને નજરે જોનાર (Anant Patel wife campaign in Vansda) ધારાસભ્યના પત્ની પણ હરીફોને હંફાવવા માટે પ્રચારની કમાન પોતાના હાથમાં લઇ ચૂંટણી મેદાનમાં મહિલાઓની ટીમ સાથે ઉતરી છે. ઘર કામ કરી ટિફિન લઈને વૈશાલી પટેલ મહિલા કાર્યકર્તાઓ સાથે વાંસદાના ગામડાઓમાં ફરી પતિ માટે પ્રચાર કરી રહી છે. આદિવાસી મહિલાઓને મળીને વૈશાલી પટેલ (Anant Patel Wife) આદિવાસીઓના પ્રશ્નો તેમજ પતિ અનંત પટેલના સંઘર્ષની વાતો કરી હતી. મહિલાઓને સ્પર્શતા મોંઘવારી, પાણી, આરોગ્ય જેવા પ્રશ્નો સાંભળી અનંત પટેલની જીત મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, વાંસદા બેઠક પર પુરુષ કરતા મહિલા મતદારો વધુ હોવાથી ચૂંટણી પરિણામ પર અસર પાડી શકે છે. ત્યારે અનંત પટેલના પત્ની વૈશાલી પટેલની મહિલાઓ વચ્ચે પ્રચારની રણનીતિ કેટલી કારગર નીવડે છે, એ 8 ડિસેમ્બરે મત ગણતરી બાદ જ જાણી શકાશે. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.