ETV Bharat / state

State RTO office: વડોદરા RTO કચેરીમાં લાઇસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ, મટીરીયલ ઓછું આવતું હોવાથી વધ્યો બેકલોક

author img

By

Published : Jan 31, 2022, 8:46 PM IST

રાજ્યની RTO કચેરીઓમાં લાઇસન્સ પ્રિન્ટ થવાનો( Printing material in state RTO offices )બેકલોગ વધી રહ્યો છે. હાલમાં વડોદરા RTO કચેરીમાં ( State RTO office)3 હજાર જેટલા લાઇસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ છે. તો હવે લાઇસન્સનું મટીરીયલ આવવાની શરૂઆત થઈ છે. ત્યારે આ બેકલોકની કામગીરી આગામી 3 થી 4 દિવસમાં પૂર્ણ થવાનું છે.

State RTO office: વડોદરા RTO કચેરીમાં લાઇસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ, મટીરીયલ ઓછું આવતું હોવાથી વધ્યો બેકલોક
State RTO office: વડોદરા RTO કચેરીમાં લાઇસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ, મટીરીયલ ઓછું આવતું હોવાથી વધ્યો બેકલોક

વડોદરા:રાજ્યની આરટીઓ કચેરીઓમાં પ્રિન્ટિંગ મટિરિયલ પહોંચાડતી કંપની અને ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસ વચ્ચે ( Printing material in state RTO offices )ચાલતા પ્રશ્નોને પગલે ફરી રાજ્યની આરટીઓ કચેરીઓમાં લાઇસન્સ પ્રિન્ટ થવાનો બેકલોગ વધી(License print backlog increased) રહ્યો છે. વડોદરા આરટીઓ કચેરીમાં(Vadodara RTO Office) 3 હજાર જેટલા લાઇસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરા RTO કચેરી

લાઇસન્સનું મટિરિયલ ઓછું આવતું હોવાથી બેકલોક વધ્યો

રાજ્યની RTO કચેરીઓમાં ( State RTO office)લાઇસન્સ પ્રિન્ટ થવાનો બેકલોગ વધી રહ્યો છે. વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ. એમ. પટેલના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આપેલા કોન્ટ્રાક્ટવાળી કંપની લાઇસન્સ આપવાનું મટિરિયલ જરૂર કરતાં ઓછા પ્રમાણમાં મોકલતી હોવાથી બેકલોગ વધ્યો છે. લાઇસન્સનું મટિરિયલ જે પ્રમાણમાં આવે છે તે રીતે પ્રિન્ટ કરાય છે. એક મહિના પૂર્વે કંપનીએ મટીરીયલ મોકલવાનું સદંતર બંધ કરતાં લાઇસન્સની પ્રક્રિયા ખોરવાઈ હતી, જેથી સરકારે ઓનલાઈન ડેટા માન્ય રાખવા સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ સી આર પાટીલ વડોદરાની મુલાકાતે, કિશન ભરવાડની હત્યા મામલે આપ્યું નિવેદન

3 હજાર જેટલા લાઇસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ

હાલમાં વડોદરા RTO કચેરીમાં 3 હજાર જેટલા લાઇસન્સ પ્રિન્ટ થયા વગર પેન્ડિંગ છે. તો હવે લાઇસન્સનું મટીરીયલ આવવાની શરૂઆત થઈ છે. ત્યારે આ બેકલોકની કામગીરી આગામી 3 થી 4 દિવસમાં પૂર્ણ થવાનું ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Exclusive Interview: ગુજરાત કિન્નર કલ્યાણ બોર્ડની શા માટે કરવામાં આવી રહી છે માગ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.