ETV Bharat / state

વડોદરાના પર્વતારોહકોએ હિમાલય શિખર પરથી દુર કર્યો પ્લાસ્ટીક વેસ્ટ

author img

By

Published : Jun 7, 2019, 3:44 PM IST

વડોદરાઃ 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હિમાલયના અંદાજે 14 હજાર ફૂટની ઉંચાઇ ધરાવતા માઉન્ટ પાતાલસુના આરોહણ દરમિયાન હાડગાળી નાંખતી ઠંડી ધરાવતા હિમાલયના શિખરો પર ઠેર-ઠેર માનવ સર્જીત પ્લાસ્ટીક વેસ્ટ જોતા બાળ કિશોરને અચંબો લગતા આરોહકોએ કુદરતની મજા માણી અને આ સાહસિકોએ પર્યાવરણ રક્ષણની વ્યક્તિગત જવાબદારી સમજીને હિમાળો ખુંદવાની સાથે પ્લાસ્ટીક બોટલ્સ, કોથળીઓ અને ટેટ્રાપેક જેવો કચરો કોથળા ભરીને એકત્ર કર્યો અને બેઝ કેમ્પ પર લાવીને સત્તાવાળાઓને સુપ્રત કર્યો હતો.

વડોદરાના પર્વતારોહકોએ પર્વતો ખુંદવાની સાથે  પ્લાસ્ટીક વેસ્ટ ભેગો કર્યો,

ગુજરાતીમાં કહેવત છે કે, પુત્રના લક્ષણ પારણામાંથી એટલે એવું પણ કહી શકાય કે પુત્રીના લક્ષણ પારણમાંથી અને એ વાતને સિદ્ધ કરવી હોય તેમ આ આરોહકોના જુથના નાયબ ટીમ લીડર પ્રાર્થના વૈધ સીકેનીસની છે. જે માત્ર પોણા ત્રણ વર્ષની પુત્રી ત્વીષા સીકેનીસે માઉન્ટ પાતાલુસના શીખર સુધી સતત માતાની સાથે રહી. અડધી ચઢાઇ સુધી માતા પ્રાર્થનાએ તેને પીઢ પર બાંધીને આરોહણ કરાવ્યું હતું.

તે પછી શીખર સર કરતાં સુધી એ નાની પાપા પગલીઓ પાડતી જાતે ચાલી. તેના આ ઉત્સાહે બાળકિશોર તેમજ આરોહકોને ભરપૂર પ્રોત્સાહન અને ધગશ પૂરાં પાડ્યા હતા. આ સાથે સંસ્થાના કોચ સંદીપ વૈદ્ય અને મદદનીશ કોચ હેમા વૈદ્યએ બાળકિશોર પેઢીમાં પર્વતારોહણના સંસ્કાર સિંચનને એક ધર્મ તરીકે અપનાવ્યો છે. તેઓ દર વર્ષે નિયમિત રીતે હિમાળામાં અને પાવાગઢ, જાંબુઘોડા ઇત્યાદિ સ્થળોએ પર્વતારોહણ શિબિરો યોજીને બાળકિશોરોને સાહસિકતા અને હિંમત કેળવવાની સાથે, પર્યાવરણથી સમીપ લઇ જવાની કોશિશ કરે છે. તેમની બંને દિકરીઓ પ્રાચી અને પ્રાર્થનાએ બચપણથી પર્વતારોહણ માટે નામના મેળવી છે.

પર્વતારોહકો
પર્વતારોહકો


પ્રાચીવૈદ્યની આગેવાની હેઠળના આ વર્ષના માઉન્ટ પાતાલસુ આરોહણ કેમ્પમાં વડોદરા ઉપરાંત નડીયાદ, નાસીક, થાણે અને મુંબઇના ૧૫ જેટલાં બાળકિશોરો ઉત્સાહપૂર્વક જોડાયાં હતા. તેમજ કેમ્પના ભાગરૂપે આ લોકોએ શુન્યની નજીક કે શુન્યથી નીચાં તાપમાને આરોહણની સાથે રોક કલાઇમ્બીંગ, રેપલીંગ, રીવર ક્રોસીંગનું રોમાંચક અને સાહસિક પ્રશિક્ષણ મેળવ્યુ, તથા અભૂતપૂર્વ હિંમત સાથે આ બાળ કિશોરોએ સ્નોફોલ અને હિમ પવનોના તોફાનનો સામનો કરીને શુન્યથી નીચે ત્રણ ડિગ્રી તાપમાનમાં પાતાલસુના શીખરને સર કર્યું. ૯ હજાર ફુટની ઉંચાઇએ સોલાંગ વેલીના બેઝ કેમ્પથી અંજની મહાદેવ વોટરફોલ, ઘુંદી, બકરપાચ જેવા હિમાળાના પડાવોનું આરોહણ કર્યુ હતું.

પર્વતારોહકો
પર્વતારોહકો


પ્રકૃતિની સમીપતા અને પ્રકૃતિ સાથેની મૈત્રી હંમેશા આનંદની સાથે અનેરી આત્મ શક્તિ આપે છે. એવા બોધપાઠ સાથે આ બાળકિશોરોએ જીવન સાથે વણાઇ જાય તેવા અવિસ્મરણીય અનુભવો હિમાલયની ગોદમાંથી મેળવ્યા હતા.

વડોદરાના પર્વતારોહકોએ પર્વતો ખુંદવાની સાથે  પ્લાસ્ટીક વેસ્ટ ભેગો કર્યો, પર્યાવરણનું જતન કરવાનો સંદેશો આપ્યો..

વિશ્ર્વમાં તા. ૫ જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવે છે. હિમાલયના અંદાજે ચૌદ હજાર ફુટની ઉંચાઇ ધરાવતા માઉન્ટ પાતાલસુના આરોહણ દરમિયાન હાડગાળી નાંખતી ઠંડી ધરાવતા હિમાલયના શિખરો પર ઠેર ઠેર, ખાસ કરીને માનવ સર્જીત પ્લાસ્ટીક વેસ્ટનો અચંબો બાળ કિશોર આરોહકોએ કુદરતની મજા માણી અને આ સાહસિકોએ પર્યાવરણ રક્ષણની વ્યક્તિગત જવાબદારી સમજીને હિમાળો ખુંદવાની સાથે પ્લાસ્ટીક બોટલ્સ, કોથળીઓ અને ટેટ્રાપેક જેવો કચરો કોથળાભરીને એકત્ર કર્યો અને બેઝ કેમ્પ પર લાવીને સત્તાવાળાઓને સુપ્રત કર્યો.

ગુજરાતીમાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી એટલે એવું પણ કહી શકાય કે પુત્રીના લક્ષણ પારણમાંથી અને એ વાતને સિધ્ધ કરવી હોય તેમ આ આરોહકોના જુથના નાયબ ટીમ લીડર પ્રાર્થના વૈધ સીકેનીસની માત્ર પોણા ત્રણ વર્ષની પુત્રી ત્વીષા સીકેનીસે માઉન્ટ પાતાલુસના શીખર સુધી સતત માતાની સાથે રહી. અડધી ચઢાઇ સુધી માતા પ્રાર્થનાએ તેને પીઢ પર બાંધીને આરોહણ કરાવ્યુ. તે પછી શીખર સર કરતાં સુધી એ નાની પાપા પગલીઓ પાડતી જાતે ચાલી. તેના આ ઉત્સાહે બાળકિશોર આરોહકોને ભરપૂર પ્રોત્સાહન અને ધગશ પૂરાં પાડ્યા. આ સંસ્થાના કોચ સંદીપ વૈદ્ય અને મદદનીશ કોચ હેમા વૈદ્યએ બાળકિશોર પેઢીમાં પર્વતારોહણના સંસ્કાર સિંચનને એક ધર્મ તરીકે અપનાવ્યો છે. તેઓ દર વર્ષે નિયમિત રીતે હિમાળામાં અને પાવાગઢ, જાંબુઘોડા ઇત્યાદિ સ્થળોએ પર્વતારોહણ શિબિરો યોજીને બાળકિશોરોને સાહસિકતા અને હિંમત કેળવવાની સાથે, પર્યાવરણથી સમીપ લઇ જવાની કોશિશ કરે છે. તેમની બંને દિકરીઓ પ્રાચી અને પ્રાર્થનાએ બચપણથી પર્વતારોહણ માટે નામના મેળવી છે.

પ્રાચીવૈદ્યની આગેવાની હેઠળના આ વર્ષના માઉન્ટ પાતાલસુ આરોહણ કેમ્પમાં વડોદરા ઉપરાંત નડીયાદ, નાસીક, થાણે અને મુંબઇના ૧૫ જેટલાં બાળકિશોરો ઉત્સાહપૂર્વક જોડાયાં હતા. આ કેમ્પના ભાગરૂપે આ લોકોએ શુન્યની નજીક કે શુન્યથી નીચા તાપમાને આરોહણની સાથે રોક કલાઇમ્બીંગ, રેપલીંગ, રીવર ક્રોસીંગનું રોમાંચક અને સાહસિક પ્રશિક્ષણ મેળવ્યુ, અભૂતપૂર્વ હિંમત સાથે આ બાળ કિશોરોએ સ્નોફોલ અને હિમ પવનોના તોફાનનો સામનો કરીને શુન્યથી નીચે ત્રણ ડિગ્રી તાપમાનમાં પાતાલસુના શીખરને સર કર્યું. ૯ હજાર ફુટની ઉંચાઇએ સોલાંગ વેલીના બેઝ કેમ્પથી અંજની મહાદેવ વોટરફોલ, ઘુંદી, બકરપાચ જેવા હિમાળાના પડાવોનું આરોહણ કર્યુ.

પ્રકૃતિની સમીપતા અને પ્રકૃતિ સાથેની મૈત્રી હંમેશા આનંદની સાથે અનેરી આત્મ શક્તિ આપે છે. એવા બોધપાઠ સાથે આ બાળકિશોરોએ જીવન સાથે વણાઇ જાય તેવા અવિસ્મરણીય અનુભવો હિમાલયની ગોદમાંથી મેળવ્યા હતા..

--
Thanks & Regards,

Nirmit Dave
Etv Bharat Gujarat
Reporter, Vadodara(Gujarat)
Mo: +91 97145 08281
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.