ETV Bharat / state

PM Modi Gujarat Visit: વડોદરામાં PM મોદીના આગમન પહેલા રૂટ પર રિહર્સલ કરાયું

author img

By

Published : Jun 17, 2022, 5:34 PM IST

વડોદરામાં 18 જૂનના વડાપ્રધાન મોદીના (PM Modi Gujarat Visit )પ્રવાસને લઈને તમામ તૈયારી પૂરી કરી દેવામાં આવી છે. તેમજ વડાપ્રધાન જે રૂટ પરથી પસાર થવાના છે તે રૂટ પર રિહર્સલ (Rehearsal on Prime Minister Route)કરવામાં આવ્યું હતું. જેને લઇને સમગ્ર વિસ્તાર સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યો હતો.

PM Modi Gujarat Visit: વડોદરામાં PM મોદીના આગમન પહેલા રૂટ પર રિહર્સલ કરાયું
PM Modi Gujarat Visit: વડોદરામાં PM મોદીના આગમન પહેલા રૂટ પર રિહર્સલ કરાયું

વડોદરાઃ શહેરમાં આવતી કાલે વડાપ્રધાન મોદી (PM Modi Gujarat Visit )આવનાર છે. તે પહેલા તેમના સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં (Rehearsal on Prime Minister Route)આવ્યું હતું. સામાન્ય વાહનો માટે રસ્તો રોકીને વડાપ્રધાન મોદીના કાફલાની ગાડીઓ રસ્તા પરથી પસાર થઇ હતી. જેને લઇને સમગ્ર વિસ્તાર સાયરનના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. આજ સાંજથી વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ અમદાવાદમાં આવશે, આવતી કાલે પ્રથમ પાવાગઢ(PM Modi visit Pavagadh)અને ત્યાર બાદ વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ પર આવશે.

રિહર્સલ

આ પણ વાંચોઃ એવું તે શું થયું કે PMનો રોડ શો અચાનક કરાયો રદ્દ

મોદીના આગમન પહેલાની તમામ પૂર્વ તૈયારીઓ - વડોદરામાં વડાપ્રધાન મોદીના આગમન પહેલાની(PM Modi Visit Vadodara)તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા કેટલાય દિવસથી વડાપ્રધાન મોદીની સભાના વિસ્તારના પાલિકા તંત્ર દ્વારા સજાવવામાં આવી રહ્યું છે. આજે બપોરે વડાપ્રધાન મોદીના કોન્વોયનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં જે રસ્તે પસાર થઇ વડાપ્રધાનનો કાફલો જશે ત્યાં આજે રિસર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદીની કાર, પોલીસ પાયલોટીંગ, એમ્બ્યુલન્સ સહિતની કારનો કાફલો રસ્તે પસાર થયો હતો.

આ પણ વાંચોઃ PM મોદી આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે, શું હશે સમગ્ર કાર્યક્રમ, જાણો

તૈયારીઓના ભાગ રૂપે રિહર્સલ કરવામાં આવ્યું - આ રિહર્સલ દરમિયાન અન્ય વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. કોન્વોય પસાર થતા વિસ્તાર સાયરનથી ગુંજી ઉઠ્યો હતો. દર વખતે વડાપ્રધાનનો કાફલો પસાર થવાનો હોય ત્યાં આ પ્રકારે પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે રિહર્સલ કરવામાં આવતું હોય છે. હાલ રાજ્યમાં ચૂંટણી વર્ષ આવી રહ્યું છે. તેવામાં તમામ પક્ષના મોટા નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. જેમ જેમ દિવસો વિતતા જશે તેમ તેમ રાજકારણમાં રસાકસી વધતી જોવા મળશે. તો બીજી તરફ વડાપ્રધાન મોદીના વડોદરામાં આગમનને પગલે શહેરવાસીઓમાં તેઓના આવકારવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.