ETV Bharat / state

યમદૂત બની ચાઈનીઝ દોરી, વડોદરા શહેરમાં ચાઈનીઝ દોરીથી વધુ એક વ્યક્તિનું મોત

author img

By

Published : Jan 3, 2023, 8:57 PM IST

Updated : Jan 3, 2023, 9:25 PM IST

વડોદરા શહેરમાં 46 વર્ષીય વ્યક્તિનું ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી મોત થયું (person died of Chinese cord in Vadodara city) હતું. વડોદરા શહેર પોલીસ (vadodara city police) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ચાઈનીઝ દોરી અને જોખમી ઈમારતો પરથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. નવા વર્ષની શરૂઆતમાં અને શહેરમાં એક બાદ એક ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાની ત્રણ ઘટનાઓ સામે આવી (3 incidents of throat slitting due to Chinese cord) છે.

one-more-person-died-of-chinese-cord-in-vadodara-city
one-more-person-died-of-chinese-cord-in-vadodara-city

વડોદરા શહેરમાં ચાઈનીઝ દોરીથી વધુ એક વ્યક્તિનું મોત

વડોદરા: મકરસંક્રાંતિને (uttarayan 2023) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એક બાદ એક ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ પતંગની દોરીથી હોકી પ્લેયરનું ગળું કપાવવાથી મોત નીપજ્યું (person died of Chinese cord in Vadodara city) હતું. જે ઘટનાને હજુ બે દિવસ પણ થયા નથી ત્યાં આજે વધુ એક 46 વર્ષીય વ્યક્તિનું સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઇક લઈ જતા સમયે ચાઈનીઝ દોરી ગળામાં ફસાવાથી ગંભીર રીતે ઘાયલ થયા (person died of Chinese cord in Vadodara city) હતા. તેઓને સારવાર અર્થે એસએજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા.

પરિવાર શોકમાં ઘરકાવ: મળતી વિગતો અનુસાર રણોલી વિસ્તારમાં આવેલી શોભા પાર્ક સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મહેશ ઠાકોર સિક્યુરિટી કોન્ટ્રાક્ટર હતા અને તેઓ માણસોને સિક્યુરિટી ઠેકાણે તાપસ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન સમા કેનાલથી વેમાલી રોડ તરફ બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન એકાએક પતંગનો દોરો ગળાના ભાગે ફસાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને લઈ 108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે મહેશભાઈ ઠાકોરને સયાજી હોસ્પિટલ લાવતા ગળાના ભાગે ગંભીર ઇજાઓને લઈ હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ દુખદ બનાવવાની જાણ તેમના પરિવારને થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

સારવાર અર્થે એસએજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા
સારવાર અર્થે એસએજી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા

પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો: આ અંગે તેમના પત્ની સોનાબેને જણાવ્યું હતું કે મારા પતિ પોતાના ધંધા રોજગાર અર્થે માણસોને લેવા મુકવા જાય છે. તે દરમ્યાન પતંગનો દોરો ગાળાના ભાગે વાગ્યો હતો. હું ઘરે હતી અને મને ફોન આવતા જ હું એસેસજી હોસ્પિટલ દોડી આવી છું.

બે દિવસ અગાઉ હોકી ખેલાડીએ જીવ ગુમાવ્યો: શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પતંગની દોરીથી નેશનલ હોકી પ્લેયરનું ગળું કપાઈ જતા મોત નીપજ્યું હતું. દંતેશ્વર વિસ્તારમાં ભાથુજી પાર્ક ખાતે રહેતા રાહુલ બાથમ ખાનગી સંસ્થામાં નોકરી કરતો હતો. રવિવારે બપોરે માતાને આવું છું કહીને ઘરેથી નીકળેલા રાહુલે છ વાગ્યાના અરસામાં નવાપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં બાઈક લઈને પસાર થતાં પતંગના દોરાથી ગળા ઉપર ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ગળું પતંગના દોરાથી ખૂબ અંદર સુધી કપાઈ ગયું હતું. બનાવને પગલે 108 દ્વારા સ્થાનિક લોકોને એને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીચું હતું.

આ પણ વાંચો ચાઈનીઝ દોરાથી લોકોના જીવ ગુમાવ્યા બાદ પાદરા પોલીસ તંત્ર એક્શનમાં

એસએસજી હોસ્પિટલના કર્મચારીનું ગળું કપાયું હતું: એસ.એસ.જી હોસ્પિટલના એમ.એલ.ઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે ઓફિસની ઉપર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રતિલાલ રાઠવાને પણ એક અઠવાડિયા પહેલા પતંગના દોરાથી ગળું કપાવવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં તેમણે નવ ટાંકા લેવા પડ્યા હતા. સદનસીબે તેમને વચ્ચે હાથ નાખતા દોડીથી વધુ ઇજા થતા અટકી હતી.

આ પણ વાંચો ચાઈનીઝ દોરી પર પ્રતિબંધના અમલવારીને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

શહેર પોલીસે ચેકીંગ હાથ ધાર્યું: વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ચાઈનીઝ દોરી અને જોખમી ઈમારતો પરથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. પરંતુ નવા વર્ષની શરૂઆતમાં અને શહેરમાં એક બાદ એક ચાઈનીઝ દોરીથી ગળું કપાવવાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં એક ગંભીર રીતે ઘાયલ અને બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે શહેર પોલીસ દ્વારા પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ જગ્યાએથી ચાઈનીઝ દોરો મળી નહોતો આવ્યો. તો શહેરમાં બની રહેલા આ અકસ્માતોમા ચાઈનીઝ દોરી કયા વિસ્તારમાં મળે છે? કોણ વેચે છે? શા માટે નાગરિકો ભોગ બની રહ્યા છે? તે અંગે પણ પોલીસે તપાસ કરવી જોઈએ અને નાગરિકોના જીવ જોખમાઈ રહ્યા છે તે પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.

Last Updated : Jan 3, 2023, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.