ETV Bharat / state

MD drugs seized from Vadodara: વડોદરામાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

author img

By

Published : Apr 2, 2022, 7:40 PM IST

વડોદરા શહેરમાં રાઇટર અને ડાયરેક્ટર (MD drugs seized from Vadodara)અગરખાન ઉર્ફે બોબી ખાનને નાર્કોટિક્સ સેલે MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રૂપિયા 23,000 MD ડ્રગ્સનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

MD drugs seized from Vadodara: વડોદરામાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ
MD drugs seized from Vadodara: વડોદરામાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

વડોદરા: શહેરના આજવા રોડ ઉપર સપના ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના રાઇટર અને ડાયરેક્ટર અગરખાન ઉર્ફે બોબી ખાનને નાર્કોટિક્સ સેલ CID ક્રાઇમ ગાંધીનગર પોલીસે ચોક્કસ બાતમીના (Vadodara CID Crime Branch )આધારે રૂપિયા 23,000 ઉપરાંતની કિંમતના MD ડ્રગ્સ (MD Drugs)સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડ ઉપરથી ડ્રગ્સ સાથે ફિલ્મોનો (Gandhinagar Narcotics Cell )રાઇટર અને ડાયરેકટર ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.

વડોદરામાં MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો - રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી તેમજ માદક દ્રવ્યોની (MD drugs seized from Vadodara)થતી હેરાફેરી પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે આજવા રોડ ઉપર આવેલા એફ-156, ભાગ્યલક્ષ્મી ટાઉનશીપમાં રહેતા અને સપના ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના રાઇટર અને ડાયરેક્ટર અગરખાન ઉર્ફે બોબી અબ્દુલસતાર ખાન ડ્રગ્સની હેરાફેરી કરે છે. જે માહિતીના આધારે પોલીસ સ્ટાફ સાથે તેના ઘરે દરોડો પાડી અગરખાન ઉર્ફ બોબીને ઝડપી પાડયો હતો. તેની પાસેથી રૂપિયા 23,000ની કિંમતનું 2.310 ગ્રામ MDડ્રગ્સ કબજે કરવામાં આવ્યુ છે. તે સાથે એક બાઇક, મોબાઇલ ફોન, તેમજ રોકડ રૂપિયા 1800 મળી કુલ રૂપિયા 84,900 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Anti Drug Movement: અમદાવાદમાં યુવાનોના ગ્રુપની 'નશે કા નાશ' એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ

MD ડ્રગ્સની હેરાફેરી - ફિલ્મો બનાવવાની આડમાં ડ્રગ્સની (MD Drugs)હેરાફેરી કરનાર અગરખાન ઉર્ફ બોબી આ ડ્રગ્સનો વેપાર ક્યારથી કરે છે, તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવતો હતો અને કોને કોને સપ્લાય કરે છે તેમજ તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા માટે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સપના ફિલ્મ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનના રાઇટર અને ડાયરેક્ટર અગરખાન ઉર્ફે બોબી ડ્રગ્સના વેપલામાં ફિલ્મોના કલાકારો કે ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય લોકોનો ઉપયોગ કરે છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલો અગરખાન ઉર્ફે બોબીની તપાસ દરમિયાન ડ્રગ્સની હેરાફેરીનું મોટા નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા ઓને નકારી શકાય તેમ નથી. પોલીસે નાર્કોટિકસ એક્ટ હેઠળ અગરખાન ઉર્ફે બોબી અબ્દુલસત્તાર ખાન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પરથી 14 કરોડના ડ્રગ્સ સાથે તાંનજનીયાના નાગરિકની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.