ETV Bharat / city

Ahmedabad drugs case: ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ હતુ

author img

By

Published : Jan 30, 2022, 10:24 PM IST

Ahmedabad drugs case: ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ હતુ
Ahmedabad drugs case: ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ હતુ

અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે અમદાવાદમાં ડ્રગ્સ (Ahmedabad drugs case) સપ્લાય કરનાર મુખ્ય આરોપીની 7 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ આરોપી રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદ શહેરના પેડલરોને વેચતો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: શહેરમાં પણ હવે ડ્રગ્સ (Ahmedabad drugs case)નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેને કારણે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરની તમામ એજન્સીઓને ડ્રગ્સ નાબુદી કરવા માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે અબ્દુલ વહીદ ઉર્ફે બમ્બૈયાની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ (Ahmedabad crime branch)ની ટીમે ગ્રાહક બનીને આરોપી પાસે ડ્રગ્સ મંગાવવા માટે છટકુ ગોઠવ્યું હતું. જેમાં ક્રાઇમબ્રાન્ચની ટીમે આરોપીને 48.090 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.

Ahmedabad drugs case: ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ હતુ

આ પણ વાંચો: Illegal Foreign Tour: ગેરકાનૂની રીતે વિદેશ જવું એટલે કુહાડી પર પગ મારવો

રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ

આ સાથે જ આરોપી પાસેથી 2 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. પુછપરછ કરતા આરોપીએ શહેરમાં જ એક ઇસમને ડ્રગ્સ વેચ્યું હતું જેનું પેમેન્ટ લઈને આવ્યો હોવાનું જણાવ્યુ હતું. આરોપી અબ્દુલ વહીદ રાજસ્થાનથી મોટા પ્રમાણમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. સાથે જ કોઈને શંકા ન જાય એ માટે આરોપી ખાનગી બસમાં મુસાફર બનીને રાજસ્થાન જતો હતો. રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવ્યા બાદ આરોપી શહેરના અલગ અલગ ડ્રગ્સ પેડલરો (Ahmedabad drugs paddler)ને વહેચતો હતો. જેના કારણે આરોપીના સંપર્કમાં અનેક પેડલરો હોવાનું ખુલ્યું છે. આરોપી છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો જેના કારણે હવે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે વિવિધ વિસ્તારના ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: વૈષ્ણવ જન તો તેને રે કહીએ: ગાંધીજી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભાનું આયોજન

આરોપીના ECG સહિતના રિપોર્ટ

ક્રાઇમબ્રાન્ચે આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાની અધિકારીઓને જાણ કરી હતી. જેની તપાસ કરાતા આરોપીના ECG સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. રિપોર્ટને જોયા બાદ ડોક્ટરો દ્વારા આરોપીને એડમિટ કરવાની સલાહ આપી હતી, જેના ભાગરૂપે હાલ આરોપીને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. આરોપી સ્વસ્થ થયા બાદ ક્રાઇમબ્રાન્ચની ટિમ વધુ તપાસ હાથ ધરી રાજસ્થાનમાં ક્યાંથી એમ.ડી ડ્રગ્સનો જથ્થો આવતો હતો તે દિશામાં કામ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.