ETV Bharat / state

Love jehad Case - વડોદરામાં નોંધાયો વધુ એક લવ જેહાદનો કેસ

author img

By

Published : Jun 24, 2021, 10:56 PM IST

લવ જેહાદ કાયદો ( love jehad act ) એટલે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 લાગુ કરવામાં આવ્યા બાદ ગત 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં 3 કેસ નોંધાયા છે. જેમાંથી 2 કેસ વડોદરામાં નોંધાયા છે. વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે યુવતી સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા બાદ તેની પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેના જેઠ દ્વારા છેડતી અને સાસરિયા દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવતા યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશન ( Fatehganj Police Station ) ખાતે ફરિયાદ નોંધાવી છે.

Love jehad Case
Love jehad Case

  • નવો કાયદો લાગુ કરાયા બાદ છેલ્લા 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં 3 કેસમાંથી 2 કેસ વડોદરામાં નોંધાયા છે
  • વિધર્મી યુવકે વિશ્વાસ કેળવવા માટે યુવતીને જણાવ્યું હતું કે, લગ્ન બાદ તું તારી મરજીથી તારો ધર્મ પાળી શકે છે
  • એકલતામાં જેઠ યુવતીનો હાથ પકડીને છેડતી કરતો હતો
  • આખરે યુવતીના પતિ, સસરા અને જેઠ સામે ફતેગંજ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધાયો

વડોદરા : લવ જેહાદના કેસ રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( love jehad act ) લાગુ કરવામાં આવ્યો છે. નવો કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ છેલ્લા 15 દિવસમાં સમગ્ર રાજ્યમાં બે કેસ વડોદરામાં નોંધાયા છે. વડોદરામાં છાણી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે યુવતી સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા બાદ તેની પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. વિધર્મી યુવકે લગ્ન બાદ પોતાની સાથે લાવેલા ધાર્મિક દેવી – દેવતાઓના ફોટો અને મૂર્તિ ફેંકી દીધી હતી અને યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરીને તેનો વીડિયો પણ બનાવ્યો હતો.

પરિચય બાદ મોહિબ યુવતી સાથે લગ્ન કરવા માટે અવારનવાર દબાણ કરતો

ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વર્ષ 2018માં છાણીના સંતોકનગર સોસાયટીમાં રહેતા મોહિબ ઇમ્તીયાજખાન પઠાણના સંપર્કમાં યુવતી આવી હતી. પરિચય બાદ મોહિબ યુવતીને તેની સાથે લગ્ન કરવા માટે અવારનવાર દબાણ કરતો હતો. એટલું જ નહીં તેનો વિશ્વાસ કેળવવા માટે તારી મરજીથી તારો ધર્મ પાળી શકીશ, તેમ પણ જણાવતો હતો. મોહિબની વાતોમાં આવીને યુવતીએ 20 ઓગષ્ટ, 2020ના રોજ કુબેરભવન ખાતે સબ રજિસ્ટ્રાર્ડની કચેરીમાં જઇને લગ્ન કર્યા હતા.

વડોદરામાં નોંધાયો વધુ એક લવ જેહાદનો કેસ

કાઝીને પોતાના ઘરે બોલાવીને યુવતીની મરજી વિરૂદ્ધ અન્ય ધર્મ પ્રમાણે નિકાહ પઢાવ્યા

લગ્ન બાદ યુવતી મોહિબના છાણી ખાતે આવેલા ઘરે રહેવા ગઇ હતી. જે બાદ મોબિહે 11 સપ્ટેમ્બરના રોજ કાઝીને પોતાના ઘરે બોલાવીને યુવતીની મરજી વિરૂદ્ધ અન્ય ધર્મ પ્રમાણે નિકાહ પઢાવ્યા હતા. યુવતીનું મુળ નામ બદલીના અન્ય ધર્મ મુજબ નામ રાખી દીધું હતું. જે બાદ મોહિબે યુવતીને તેનો ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું, એટલું જ નહીં તેણે યુવતી લગ્ન બાદ તેની સાથે લાવેલા ધાર્મિક દેવી – દેવતાઓની મૂર્તિ અને ફોટા ફેંકી દીધા હતા. આ યુવતી સાથે બિભત્સ વીડિયો બતાવીને મોહિબે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. જેને રોકવા જતા તે પીડિત યુવતી સાથે હિંસા પર ઉતરી આવતો હતો.

યુવતીનો જેઠ હાથ પકડીને તેની છેડતી કરતો

મોહિબનો ભાઇ મોહસીન પીડિત યુવતી જ્યારે ઘરમાં એકલી હોય, ત્યારે તેની પર નજર બગાડતો હતો અને એકલતાનો લાભ લઇને તેનો હાથ પણ પકડી લેતો હતો. યુવતી જ્યારે સગર્ભા હતી, ત્યારે ડિલિવરી બાબતે સસરા જોડે ડિલિવરીના ખર્ચ બાબતે માથાકૂટ થઇ હતી. ત્યારે સસરા ઇમ્તિયાજખાને તેને અપશબ્દો કહ્યા હતા. આ સાથે પિતા પુત્રએ ભેગા મળીને પીડિત યુવતીને માર પણ માર્યો હતો.

પીડિત યુવતીએ પુત્રનું નામ શિવ રાખ્યું, જ્યારે મોહિબ પુત્રનું પોતાના ધર્મ મુજબ નામ રાખવા દબાણ કરતો

લગ્ન જીવન દરમિયાન દંપતીને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ રાખવા બાબતે પણ મોહિબે પીડિત યુવતીને માર માર્યો હતો. પીડિત યુવતીએ પુત્રનું નામ શિવ રાખ્યું હતું. જ્યારે મોહિબ પુત્રનું નામ પોતાના ધર્મ પ્રમાણે રાખવા દબાણ કરતો હતો. ફતેગંજ પોલીસે સમગ્ર મામલે મોહિબ ખાન, તેના પિતા ઇમ્તિયાઝ ખાન સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર અધિનિયમ સુધારા 2021 સહિત અન્ય કલમો આંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં પીડિત યુવતીના પતિ મોહિબ પઠાણ, જેઠ મોહસીનખાન તથા સસરા ઇમ્તિયાજખાનની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યના લવ જેહાદના અન્ય કિસ્સા

1 - લવ જેહાદનો કાયદો અમલમાં આવ્યાં બાદ વાપીમાં નોંધાયો ગુજરાતનો બીજો કિસ્સો

ગુજરાત સરકારે હાલમાં જ 15મી જૂનના રોજ ( love jehad act ) ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2021નો નવો સુધારેલો કાયદો અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત વડોદરામાં પ્રથમ કેસ નોંધાયા બાદ વલસાડ જિલ્લાના વાપીમાં બીજો કેસ નોંધાયો છે. જેમાં એક પરિણીત યુવકે પડોશમાં રહેતી યુવતીને બહેલાવી ફોસલાવી તેમના ભાઈને મારી નાખવાની ધમકી આપી લગ્ન કરવા મજબુર કરીને ઇન્દોર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ બાદ વાપી પોલીસે યુવકને ઇન્દોરથી ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

2 - Love jihad: રાજ્યમાં કાયદો અમલમાં આવ્યાના 3 દિવસમાં વડોદરામાં નોંધાયો પ્રથમ કેસ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021 ( love jehad act ) લાગુ કરાયાના ત્રણ દિવસમાં જ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં લવજેહાદ(love jihad)નો પ્રથમ કેસ નોંધાયો હતો. મુસ્લીમ યુવકે ખ્રીસ્તી હોવાનું જણાવી મિત્રતા બાંધી યુવતી સાથે બળજબરી પૂર્વક સંબંધ બાંધી તેની સાથે નિકાહ પઢ્યા હતા. ત્યાર બાદ મારઝુડ કરી તેના જાતીવિષયક અપશબ્દો બોલતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.