ETV Bharat / state

Vadodara Court : લાયસન્સ વિના આયુર્વેદિક દવા બનાવનારાઓને વડોદરા કોર્ટે દંડ સાથે કેદની સજા ફટકારી

author img

By

Published : Jan 19, 2023, 9:53 PM IST

આયુર્વેદિક દવાઓ અને ઓસડીયાંઓમાં લોકોની વિશ્વસનીયતાનો ભંગ કરતાં લોકો સામે વડોદરા કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. વડોદરામાં લાયસન્સ વિના આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન (Illegal manufacture of Ayurvedic medicine ) કરનાર દિવ્યા આયુર્વેદિક ફાર્મસી સહિતના લોકોને કોર્ટે એક વર્ષની કેદ અને દંડ કર્યો છે.

Vadodara Court : લાયસન્સ વિના આયુર્વેદિક દવા બનાવનારાઓને વડોદરા કોર્ટે દંડ સાથે કેદની સજા ફટકારી
Vadodara Court : લાયસન્સ વિના આયુર્વેદિક દવા બનાવનારાઓને વડોદરા કોર્ટે દંડ સાથે કેદની સજા ફટકારી

વડોદરા : વડોદરા ખાતે પરવાના વિના આયુર્વેદિક દવાના ઉત્પાદન કરનારા મે. દિવ્યા આયુર્વેદિક ફાર્મસી, ફલેટ નં-2-એ, ઘવલ એપાર્ટમેન્ટ, નીઝામપુરા, વડોદરાના નામની પેઢી અને તેમના માલિક તુષારભાઇ ઠકકર અને મે. ગ્રીન હેલ્થકેર, પ્લોટ નં-214, જી.આઇ.ડી.સી, પોર રમણગામડી, જી.વડોદરા નામની પેઢી અને તે પેઢીના માલિક કારૂભાઇ પ્રવિણભાઇ વાઘરીયાને નામદાર કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદની સજા તથા દરેક આરોપીઓને રૂ.10,000નો દંડ અને જો દંડ ના ભરે તો વધુ એક માસની જેલ સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે. તેમ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ પણ વાંચો વડોદરા કોર્ટનું બોગસ આઈ કાર્ડ ધરાવતી ભેજાબાજ મહિલાની ધરપકડ કરાઈ

2013નો કેસ વધુમાં જણાવ્યા મુજબ તમામ આરોપીઓને કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદ અને 10,000નો દંડ કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલ બાતમીના આધારે, મદદનીશ કમિશ્નરની કચેરી આણંદ ખાતે ફરજ બજાવતા ઔષધ નિરીક્ષક મીનાક્ષીબેન રાઠવાએ 2013માં આણંદ ખાતે ડોકટરની તપાસ દરમ્યાન આયુર્વેદિક દવાઓના નમુનાઓ લીધા હતાં. તે નમુનામાંથી અમુક દવાઓમાં એલોપેથીક ઘટકો જેવાકે નિમેસ્યુલાઇડ ઘટકો જોવા મળ્યા હતા.

તપાસ દરમિયાન તથ્ય જણાયું તેની વધુ તપાસ, વડોદરા ખાતે પ્રવર ઔષધ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા એ.એચ.ઝાલાએ કરી હતી. સીનીયર ડ્રગ ઇન્સ્પેકટર એ.એચ.ઝાલાએ તા. 24 સપ્ટેમ્બર, 2013ના રોજ દિવ્યા આયુર્વેદિક ફાર્મસી નામની પેઢીમાં દરોડા પાડી ત્યાંથી આયુર્વેદિક દવાઓ, રો-મટીરીયલ તથા દવા બનાવવાની મશીનરી કબજે કરી હતી.

આ પણ વાંચો વડોદરામાં 10 કરોડનું ફૂલેકું ફેેરવનારા 'મિસ્ટર નટવરલાલ'ના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર

લાયસન્સ વિના આયુર્વેદિક દવા ઉત્પાદન આ મે. દિવ્યા આયુર્વેદિક ફાર્મસી પાસે ઔષધ અને સોંદર્ય પ્રસાધન ધારા હેઠળના આયુર્વેદિક દવા ઉત્પાદન કરવાના પરવાનાઓ ધરાવતાં ન હતાં. તેથી તે પેઢી અને તે પેઢીના માલિક તુષારભાઇ ઠકકર સામે નિયમ-157/157 (એ) તથા 158 તથા સિડયુલ-ટીની જોગવાઇની ભંગ કરી કલમ-33 (ઇઇસી) (સી) તથા કલમ-33 (આઇ) મુજબ સજાના પાત્ર અને ઉપરોકત પેઢી મે.દિવ્યા આયુર્વેદિક ફાર્મસીને દવા ઉત્પાદનમાં મદદ કરવા બદલ મે.ગ્રીન હેલ્થકેર, પ્લોટ નં-214, જી.આઇ.ડી.સી, પોર રમણગામડી, જી.વડોદરા નામની પેઢી અને તે પેઢીના માલિક કારૂભાઇ પ્રવિણભાઇ વાઘરીયાની સામે પણ કોર્ટમાં ક્રિ.કેસ.નં-26467/2015 કેસ દાખલ કર્યો હતો. આ કેસના લેખિત પુરાવા, મૌખિક પુરાવા, ફરીયાદી, સાહેદો, પંચોની જૂબાનીઓ વગેરે બાબતે ઘારદાર રજુઆતને ધ્યાને લઇ, નામદાર ૧૮માં એડિશનલ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ વડોદરાની કોર્ટ ગત તા.17 જાન્યુઆરી, 2013થી આરોપીઓને તકસીરવાર ઠરાવીને તમામ આરોપીઓને સજા કરવામાં આવી છે તેમ કમિશનર ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઉમેર્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.